Home /News /entertainment /

માતા ચલાવે છે રિક્શા, માથે છે લાખોનું દેવું, DID સ્પર્ધકની આ રીતે કરશે Remo D'Souza મદદ

માતા ચલાવે છે રિક્શા, માથે છે લાખોનું દેવું, DID સ્પર્ધકની આ રીતે કરશે Remo D'Souza મદદ

રેમો ડિસોઝાએ DID સ્પર્ધકની માતાને આપ્યુ મદદનું વચન

રેમો ડિસોઝા (Remo D'Souza) જેટલા સારા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર છે તેટલા જ સારા માણસ પણ છે. ઘણા ડાન્સ રિયાલિટી શોને જજ કરી ચૂકેલા રેમોએ ઘણા સ્પર્ધકોને તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યા છે. તાજેતરમાં, ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 5 માં, રેમો દિલ્હીના 8 વર્ષના છોકરાની સમસ્યાઓ સાંભળીને ભાવુક થઈ ગયા.

વધુ જુઓ ...
  આજની દુનિયામાં લોકોની પીડા સમજનારા ઓછા અને મજાક ઉડાવનારા વધુ છે. બહુ ઓછા લોકો છે જે લોકોના દુઃખને સમજે છે અને તેમની મદદ માટે આગળ આવે છે. બોલિવૂડમાં એવા ઘણા નામ છે, જે લોકો સુધી મદદનો હાથ લંબાવે છે. પરંતુ કહેવાય છે કે જે દુઃખ સહન કરીને સફળતા તરફ આગળ વધે છે તે બીજાના દુ:ખને સારી રીતે સમજી શકે છે. તાજેતરમાં, ફરી એકવાર પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાએ (Remo D'Souza) ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 5 ના સ્પર્ધકનું દર્દ સમજ્યું.

  રેમો ડિસોઝા જેટલા સારા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર છે. તેટલા જ સારા માણસ પણ છે. ઘણા ડાન્સ રિયાલિટી શોને જજ કરી ચૂકેલા રેમોએ ઘણા સ્પર્ધકોને તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યા છે. તાજેતરમાં, ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 5 માં, રેમો દિલ્હીના 8 વર્ષના છોકરાની સમસ્યાઓ સાંભળીને ભાવુક થઈ ગયા.

  આ પણ વાંચોઆલિયા ભટ્ટ મેચિંગ બ્લેઝર સાથે રેડ ફ્લોરલ મિની ડ્રેસમાં બતાવ્યો પોતાનો સ્પ્રિંગ લુક, જુઓ તેના ફ્લોરલ આઉટફિટ્સ Photos

  માતાએ લોન લઈને રિક્ષા ખરીદી


  વાસ્તવમાં, દિલ્હીમાં રહેતા 8 વર્ષના હિમાંશુએ ખૂબ જ નાની ઉંમરે પિતાને ગુમાવી દીધા હતા. બે બાળકોનું ભરણપોષણ કરવા માતાએ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. આ નિર્ણય સરળ નહોતો, કારણ કે ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. આથી તેણે રૂ.8 લાખની લોન લીધી હતી. આ લોનમાંથી રિક્ષા ખરીદી અને પરિવારનું ગુજરાન ચાલવા લાગ્યું, પરંતુ મહિલા રિક્ષા ચાલક હોવાના કારણે તેને અવારનવાર બકવાસ વાતો સાંભળવી પડતી હતી અને રસ્તા પર લોકો તેને હેરાન પણ કરતા.

  રેમોએ હિમાંશુની માતાને શું કહ્યું?


  પોતાના બાળકોના સપનાને સાકાર કરવા માટે એક માતાની પીડા અને મહેનત જોઈને રેમો ડિસોઝાનું દિલ તૂટી ગયુ અને તેણે હિમાંશુના પરિવારને મદદ કરવાની જાહેરાત કરી. રેમોએ હિમાંશુની માતાને કહ્યું, 'મને આ EMIમાં તમને મદદ કરવાનું ગમશે,  જે તમે તમારી રિક્ષા માટે ચૂકવો છો. કેટલી રકમ બાકી છે તે મને કહો, હું ચૂકવીશ. હું નથી ઈચ્છતો કે તે તમારા પર કે હિમાંશુ પર કોઈ દબાણ કરે. હવે આ રિક્ષા તમારી છે. તમે ફક્ત તમારા બાળકો પર ધ્યાન આપો અને તે પછી જીવન આનંદથી જીવો.

  આ પણ વાંચો - તબ્બુ સહિત આ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે હતું સંજય કપૂરનું અફેર, આ રીતે થઇ મહિપ કપૂર સાથે પ્રથમ મુલાકાત

  આનંદ કુમારની વાર્તાએ પણ રેમોને  ભાવુક કરી દીધા


  હિમાંશુ જ નહીં, રેમો આનંદ કુમારની સ્ટોરી સાંભળીને પણ ઈમોશનલ થઈ ગયા. આનંદ શાકભાજી વેચનારનો પુત્ર છે. કોરોનાકાળ દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેણે શાળા છોડવી પડી હતી. પરંતુ તેના પરિવારે તેના ડાન્સર બનવાના સપનામાં તેને ટેકો આપવા માટે બધું જ કર્યું અને તેના ડાન્સ ક્લાસ બંધ થવા દીધા નહીં.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Entertainment, Television, Television news

  આગામી સમાચાર