'DID 4' નો સેકેન્ડ રનરઅપ બિકી દાસ રોડ એક્સિડન્ટમાં ઘાયલ, પૈસાની કમીને કારણે બન્યો ડિલીવરી બોય

PHOTO: Instagram/ @dasbiki4

લાંબા સમયથી કંઇ કામ ન હોવાને કારણે બિકી દાસ (Biki Das) તેનો ખર્ચો કાઢવા માટે ડિલીવરી બોયનું કામ કરતો હતો. આ સમયે તેનો અકસ્માત થયો અને તેને ગંભીર ઇજા થઇ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ-4' (Dance India Dance 4) નો સેકેન્ડ રનરઅપ રહેલો બિકી દાસ (Biki Das) રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આર્થિક તંગીને કારણે તેણે ડિલીવરી બોય (DID Fame Biki Das Accident)નું કામ કરતો હતો અને ઘર ચલાવવા મદદ કરતો હતો. લાંબા સમય સુધી કોઇ કામ ન હોવાને કારણે બિકી મુશ્કેલથી તેનો ખર્ચો કાઢી શકતો હતો. તેથી તેણે ડિલીવરી બોયનું કામ કરવાનું શરુ કર્યુ હતું. આ દરમિયાન અકસ્માત થઇ ગયો હતો અને આ દૂર્ધટનામાં તેને ગંભીર ઇજા થઇ છે.

    બિકી દાસની પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી ચે. ડાન્સરની પત્નીનાં જણાવ્યાં મજુબ, તેની બાઇકને એક અન્ય બાઇક સવારે ટક્કર મારી દીધી હતી. જેમાં તેની પાંસળીઓ તૂટી ગઇ છે. આ અકસ્માતમાં તેને મૂઢમાર વાગ્યો છે. અકસ્માત બાદ તે હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેનો ઇલાજ ચાલુ છે.




    આપને જણાવી દઇએ કે, બિકીએ વર્ષ 2014માં આવેલાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન 4માં ભાગ લીધો હતો અને તે આ શોમાં સેકેન્ડ રનરઅપ હતો. તે સીઝનનો વિનર શ્યામ યાદવ હતો. શો પૂર્ણ થયા બાદ બિકી મેન્ટોર તરીકે ઇવેન્ટ્સમાં ડાન્સનું કામ કરતો હતો. પણ કોરોના અને લોકડાઉનને કારણે તેનું કામ બંધ થઇ ગયુ હતું. જે બાદ રોજી રોટી કમાવવામાં તેને સમસ્યાઓ આવતી હતી તેથી તેણે થોડા દિવસો પહેલાં જ ઘર ખર્ચ ચલાવવા માટે ડિલીવરી બોયનું કામ શરૂ કર્યુ હતું.

    કોરોનાને કારણે મનોરંજન જગત ઠપ થઇ ગયુ છે. ઘણાં ટીવી શો બંધ થઇ ગયા છે. માંડ માંડ શોનું શૂટિંગ થઇ રહ્યું છે. તો ફિલ્મોની શૂટિંગ અને રિલીઝ ડેટ પણ ટળી રહી છે. એવામાં ઘણાં આર્ટિસ્ટ્સ સામે આર્થિક તંગી આવી ગઇ છે.
    Published by:Margi Pandya
    First published: