દીયા મિર્ઝાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો આવી સામે, વૈભવ રેખી સાથે કાલે કરશે લગ્ન

દીયા મિર્ઝાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો આવી સામે, વૈભવ રેખી સાથે કાલે કરશે લગ્ન
(PHOTO: Instagram/diamirza)

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાંઆ સમયે જશ્નનો માહોલ છે. ઘણાં સેલિબ્રિટીઝ લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યાં છે. તો કોઇનાં ઘરે નાનકડાં મેહમાનની ખુશી છે. આ વચ્ચે વધુ એક સારા સમાચાર છે. કે દીયા મિર્ઝા (Dia Mirza) લગ્નનાં બંધનમાં બંધાવવાની છે. તે મુંબઇનાં બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે 15 ફેબ્રુઆરીનાં લગ્ન કરશે. માનવામાં આવે છે કે, લગ્ન ખુબજ પ્રાઇવેટ રાખવામાં આવશે. અને ફક્ત ખાસ મિત્રો અને પરિજનો જ લગ્નમાં હાજર રહેશે. આ દીયાનાં બીજા લગ્ન છે. તે 2019માં તેની પહેલી પતિ સાહિલ સંધાથી અલગ થઇ હતી.

  આ સમયે દીયા મિર્ઝાની પ્રી-વેડિંગ પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે. ગત શનિવારનાં દીયાએ તેનાં બોયફ્રેન્ડ અને મિત્રો સાથે પ્રીવેડિંગ પાર્ટીમાં ખુબજ જશ્ન મનાવ્યું હતું સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પાર્ટીની કેટલીક શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેની કેપ્શનમાં તેણે લખ્યું છે, 'પ્રી વેડિંગ પાર્ટીમાં દીયા મિર્ઝા તેનાં બોયફ્રેન્ડ અને તેનાં નવાં પરિવારની સાથે #Diakishaadi' દીયા આ પ્રી વેડિંગ પાર્ટી ફોટોઝમાં ઘણી ખુશ નજર આવી રહી છે. તે સફેદ લેસ ડ્રેસમાં ઘણી જ સુંદર દેખાઇ રહી છે.

  એવી રિપોર્ટ્સ છે કે, આ જોડી લોકડાઉન દરમિયાન એક બીજાનાં ઘણી નજીક આવ્યાં હતાં. તેણે એક સાથે ઘણો સમય વિતાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, વૈભવ મુંબઇનો બિઝનેસમેન છે અને ઇન્વેસ્ટર છે. આપને જણાવી દઇએ કે, આ દીયાનાં બીજા લગ્ન છે. આ પહેલાં દીયાનાં સાહિલ સંધા સાથે લગ્ન થયા હતાં. પણ લગ્નનાં 11 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

  (PHOTO: Instagram/viralbhayani)


  ત્યારે દીયા મિર્ઝા અને સાહિલ બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે, અમે અલગ થવા જઇ રહ્યાં છીએ પણ અમારી વચ્ચેનાં સંબંધ હમેશાં સારા રહેશે. અમે કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. પણ અમે હમેશાં સારા મિત્રો બની રહીશું અને એકબીજાનું સન્માન કરીશું. આ વૈભવનાં પણ બીજા લગ્ન છે. તેની પહેલી પત્ની યોગ અને લાઇફ સ્ટાઇલ કોચ સુનૈના રેખી છે. તેમને એક દીકરી પણ છે.
  Published by:Margi Pandya
  First published:February 14, 2021, 13:10 pm

  ટૉપ ન્યૂઝ