એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી હાલમાં એક બાદ એક ખુશખબરી આવી રહી છે. અનુષ્કા શર્મા માતા બની, વરૂણ ધવનનાં લગ્ન અને હવે દીયા મિર્ઝા (Dia Mirza) માટે સારા સમાચાર આવી રહ્યાં છે. દીયા મિર્ઝા કથિત રીતે બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi)ની સાથે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. (Dia Mirza Marriage) આ મહિનાની 15 તારીખે એટલે કે 15 ફેબ્રુઆરીનાં વૈભવ રેખી સાથે થવાનાં છે.એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી હાલમાં એક બાદ એક ખુશખબરી આવી રહી છે. અનુષ્કા શર્મા માતા બની, વરૂણ ધવનનાં લગ્ન અને હવે દીયા મિર્ઝા (Dia Mirza) માટે સારા સમાચાર આવી રહ્યાં છે. દીયા મિર્ઝા કથિત રીતે બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi)ની સાથે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. (Dia Mirza Marriage) આ મહિનાની 15 તારીખે એટલે કે 15 ફેબ્રુઆરીનાં વૈભવ રેખી સાથે થવાનાં છે.
સ્પોટબોય ડોટ કોમની રિપોર્ટ મુજબ, દીયા મિર્ઝા, વૈભવ રેખી સાથે 15 ફેબ્રુઆરીનાં મુંબઇમાં લગ્ન કરશે. પોર્ટલ મુજબ લગ્ન સમારંભ ફ્કત પરિવારનાં સંભ્યો આશરે મિત્રોની ઉપસ્થિતિમાં થશે. એટલે કે આ એક પ્રાઇવેટ ઇવેન્ટ હશે જેમાં બંને પરિવારનાં નજીકનાં લોકો હાજર રહેશે. વૈભવ રેખા મુંબઇનો બિઝનેસમેન છે. અને બાન્દ્રાનાં પાલી હિલ્સ વિસ્તારમાં રહે છે.આપને જણાવી દઇએ કે, પહેલાં સાહિલ સંધા સાથે દિયાનાં લગ્ન થયા હતાં બંનેએ 11 વર્ષ સાથે રહ્યાં બાદ 2019માં સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેમનાં અલગ થવાની જાહેરાત એક જોઇન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરીને કરી હતી.
બંનેએ તેમનાં નિવેદનમાં લખ્યું હતું કે, 'જીવનને સાથે શેર કરવા અને સાથે રહેવાનાં 11 વર્ષ બાદ અમે પારસ્પરિક રુપથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે મિત્રો છીએ અને આગળ પણ રહીશું. પ્રેમ અને સન્માન સાથે એકબીજાથી અલગ થઇ રહ્યાં છે. અમે હમેશાં તે બંધન માટે આભારી છીએ જે અમે એકસાથે શેર કરીએ છીએ.'
Published by:Margi Pandya
First published:February 13, 2021, 16:28 pm