Home /News /entertainment /

Dia Mirza રસપ્રદ વાતો: 5 વર્ષની ઉંમરે પિતાના ઠપકાથી ઘર છોડી દીધું હતું, 21 વર્ષની ઉંમરે માતાના હાથે ખાધી હતી થપ્પડ

Dia Mirza રસપ્રદ વાતો: 5 વર્ષની ઉંમરે પિતાના ઠપકાથી ઘર છોડી દીધું હતું, 21 વર્ષની ઉંમરે માતાના હાથે ખાધી હતી થપ્પડ

દિયા મિર્ઝા જન્મદિવસ

વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક (Miss Asia Pacific) વિજેતા અને બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) દિયા મિર્ઝા (Dia Mirza Birthday)નો આજે જન્મદિવસ છે.

    Dia Mirza Birthday : વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક (Miss Asia Pacific) વિજેતા અને બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) દિયા મિર્ઝા (Dia Mirza)નો આજે જન્મદિવસ (Birthday) છે. તેનો જન્મ 9 ડિસેમ્બર 1989ના રોજ હૈદરાબાદ (Hyderabad)માં થયો હતો. તેમના પિતા ફ્રેન્ક હેન્ડ્રિક (Frank Hendrick) જર્મન ઈન્ટિરિયર ડિઝાઈનર હતા અને માતા દીપા બંગાળી (Deepa Bangali) છે. જ્યારે દિયા મિર્ઝા 6 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. 9 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું અને માતાએ અહેમદ મિર્ઝા (Ahemad Mirza) સાથે લગ્ન કર્યા.

    આર માધવન સાથેની ફિલ્મ 'રેહના હૈ તેરે દિલ મેં' દિયા મિર્ઝાની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ હતી. આ પછી તે 'તુમકો ના ભૂલ પાયેંગે', 'લગે રહો મુન્નાભાઈ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દિયા મિર્ઝાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાન સાથે ઘણી સારી મિત્રતા છે.

    2014 માં લગ્ન કર્યા, પાંચ વર્ષ પછી અલગ થઈ ગયા

    દિયા મિર્ઝાએ વર્ષ 2014માં સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ પછી એટલે કે 2019 માં, દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર તેના છૂટાછેડાની જાહેરાત કરી. દિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'છેલ્લા 11 વર્ષથી અમે એકબીજાની સાથે હતા અને હવે અમે સહમતિથી અલગ થવાનો નિર્ણય લઈ રહ્યા છીએ.'

    તેણે પાંચ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું!

    બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પાંચ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તે દિવસે તેના પિતાએ તેના પર બૂમો પાડી હતી, ત્યારબાદ તે ગુસ્સામાં ઘર છોડીને તેના સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. તેણીએ પોતે જણાવ્યું હતું કે તે આખો દિવસ તેના સંબંધીઓ સાથે ફરતી હતી, પછી સાંજે પપ્પા આવ્યા અને તેણીને ઘરે પાછા લઈ જવા માટે સમજાવી. તે દિવસે પપ્પાએ મારો ગુસ્સો જોઈને નક્કી કરી લીધું હતું કે હવેથી દિયા પર ક્યારેય બૂમો પાડશે નહીં.

    21 વર્ષની ઉંમરે માતાએ મારી થપ્પડ

    દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને પહેલી વાર થપ્પડ માર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે માતાએ કોઈ અંગત કારણોસર તેને થપ્પડ માર્યો હતો, પરંતુ તે દિવસે હું ખૂબ રડી હતી.

    દિયા મિર્ઝા એક્ટર હોવા ઉપરાંત સામાજિક કાર્યકર્તા પણ છે. તેમણે સમુદ્રની સફાઈ, વન્યજીવ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન જેવા સામાજિક મુદ્દા માટે કામ કર્યું છે. અભિનેત્રીએ શોમાં એક રસપ્રદ વાત પણ કહી. તેણે કહ્યું કે લખનૌના પ્રાણી સંગ્રહાલયમાં એક દીપડી છે, જેનું નામ દિયા મિર્ઝા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે પોતે પણ એ દીપડીના બાળકોના નામ રાખ્યા છે.

    ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકી નહીં

    હૈદરાબાદમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી વખતે, દિયાએ મલ્ટીમીડિયા ફિલ્મ માટે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણીએ કમર્શિયલ માટે મોડલિંગ પણ શરૂ કર્યું અને લિપ્ટન, વોલ્સ આઇસક્રીમ અને ઇમામી બ્રાન્ડની જાહેરાતોમાં જોવા મળી. બ્યુટી કોમ્પિટિશન, મોડલિંગ અને કામના કારણે દિયા પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકી નહોતી.

    બ્યુટી ક્વીનથી લઈને મિસ એશિયા પેસિફિક સુધી

    સૌંદર્ય સ્પર્ધાઓમાં સતત પોતાનું નામ ટોચ પર રાખ્યા પછી, દિયાએ વર્ષ 2000 માં મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો. લારા દત્તાએ મિસ યુનિવર્સ અને પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો તે જ વર્ષે દિયાએ આ ખિતાબ જીત્યો હતો. દિયાને તે જ વર્ષે મિસ બ્યુટીફુલ સ્માઈલ, મિસ એવન અને મિસ ક્લોઝ અપ પણ જાહેર કરવામાં આવી હતી. 2005માં દિયાને બ્યુટી માટે ગ્રેટ વુમન અચીવર એવોર્ડથી નવાજવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Dia mirza

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन