કરન જૌહરની અપકમિંગ ફિલ્મમાં જયા-શબાના સાથે રોમેન્સ કરતાં નજર આવશે ધરમેન્દ્ર, આજે થશે જાહેરાત

પહેલી વખત જોવા મળશે ધમેન્દ્ર, શબાના અને જયાની લવ સ્ટોરી

કરન જૌહર (Karan Johar)ની આ ફિલ્મ પણ એક રોમેન્ટિક ડ્રામા હશે. જેમાં ત્રણ દિગ્ગજ એક્ટર અહમ રોલ અદા કરતાં નજર આવશે. ફિલ્મમાં ત્રણેય દિગ્ગજ કલાકાર એટલે કે ધરમેન્દ્ર (Dharmendra), જયા બચ્ચન (Jaya Bachchan) અને શબાના આઝમી (Shabana Azmi) વચ્ચે લવ ટ્રાયેન્ગલ જોવા મળશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મમેકર કરન જોહર (Karan Johar) તેની અપકમિંગ ફિલ્મમાં સ્ટારકાસ્ટથી સૌને ચોકાવી દીધા છે. આ ફિલ્મમાં એવી તિકડી નજર આવવાની છે કે કોઇએ વિચાર્યું પણ નહીં હોય. કરન જોહર ટૂંક સમયમાં જ આ ફિલ્મ અંગે જાહેરાત કરી શકે છે. જેમાં ધરમેન્દ્ર (Dharmendra)ની સાથે જયા બચ્ચન (Jaya Bachchan) અને શબાના આઝમી (Shabana Azmi)ની તિકડી નજર આવશે. ફિલ્મમાં 85 વર્ષનાં ધરમેન્દ્ર 73 વર્ષની જયા બચ્ચન અને 70 વર્ષની શબાના આઝમી જોવા મળશે. અને તેઓ વચ્ચે રોમેન્સ પણ જોવા મળશે. News18ને કરણનાં આ પ્રોજેક્ટ અંગે તેનાં જ ગાઢ મિત્રો દ્વારા માહિતી મળી છે.

    આ પણ વાંચો-Anupamaaએ જ્યારે કહ્યું,- 40 પછી 26ની કમર વગર આ કરવું સહેલું નહોતું...

    આ ફિલ્મથી કરન જૌહર પાંચ વર્ષ બાદ ડિરેક્શનમાં પરત ફરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લિડ રોલમાં હશે. જ્યારે News18એ અભિનેતા ધરમેન્દ્રને આ પ્રોજેક્ટ અંગે સવાલ કર્યો તો તેમણે આ ખબરમાં હામી ભરી છે. તેમણે કહ્યું કે, હા, હું આ ફિલ્મ કરી રહ્યો છું. હું કરનની સાથે કામ કરવા ખરેખરમાં ખુબજ ઉત્સાહિત છું. આપને જણાવી દઇએ કે, પહેલી વખત હશે જ્યારે ધરમેન્દ્ર અને શબાના આઝમી કરન જોહરની સાથે કામ કરશે.

    આ પણ વાંચો-BAHUBALIનો અવાજ આપી છવાઇ જનારો શરદ કેલકર બાળપણમાં બોલતા ખચકાતો, સાથી બાળકો ઉડાવતા મજાક

    જયા બચ્ચન આ પહેલાં કરન જોહરની સાથે કામ કરી ચૂકી છે. તેઓ 'કભી ખૂશી કભી ગમ'માં સાથે કામ કરી ચૂક્યાં છે. આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન અને રિતિક રોશનની માનો રોલ અદા કર્યો હતો આ રોમેન્ટિક ફેમિલી ડ્રામા હતી જે વર્ષ 2001માં રિલીઝ થઇ હતી.








    View this post on Instagram






    A post shared by Karan Johar (@karanjohar)






    કરન જહૌરની આવનારી ફિલ્મ પણ એક રોમેન્ટિક ડ્રામા હશે. જેમાં ત્રણેય દિગ્ગજ એક્ટર અહમ રોલ અદા કરતાં નજર આવશે. ફિલ્મમાં ત્રણ દિગ્ગજ કલાકારોની વચ્ચે લવ ટ્રાયેન્ગલ જોવા મળશે. ધરમેન્દ્ર જે ઇન્ડસ્ટ્રીનાં હી-મેનનાં રૂપમાં ઓળખાય છે. ફિલ્મમાં તેઓ રોમેન્ટિક રોલમાં નજર આવશે. તેમનો રોલ એવો હશે જે આ પહેલાં આપ કોઇએ ન જોયો હોય.

    આ પણ વાંચો- ફોન કોલથી શરૂ થઇ હતી આમિર ખાન-કિરણ રાવની LOVE STORY, આમ થઇ પૂર્ણ

    કરનની આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ અને ધર્મા 2.0 હેઠળ રિલીઝ થશે. તેઆ ફિલ્મથી ડિરેક્શનમાં પણ લાંબા સમય બાદ પરત ફરશે. આ ફિલ્મનું નામ હાલમાં જાહેર નથી કરવામાં આવ્યું પણ આ ફિલ્મ આલિયા અને રણવિરનાં ફિલ્મી પાત્રોનાં નામની આસ પાસ હોવાની સંભાવના છે.

    આજે રણવીર સિંહનો જન્મ દિવસ છે તેથી આજનાં દિવસે ફિલ્મની જાહેરાત કરવામાં આવે તો નવાઇ નહીં. કરન જોહરે સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સને નવી ફિલ્મોની જાણકારી આપી છે. અને જાહેરાત કરી છે કે, 'આ એક નવી યાત્રાની શરૂઆત છે. અને મારો ઘરે પરત આવવાનો રસતો છે - એક જ વખતમાં. આ મારી પસંદીદા જગ્યા પર પરત આવવાનો સમય છે. કેમેરાની પાછળ એટર્નલ લવ સ્ટોરીઝ બનાવવાનો સમય છે. એખ ખુબજ ખાસ કહાની, જે વાસ્તવમાં પ્રેમ અને પરિવારનાં મૂળમાં ડુબેલી છે.
    Published by:Margi Pandya
    First published: