ધર્મેન્દ્રનાં ઘરમાં કોરોનાની દસ્તક, સ્ટાફનાં 3 લોકો કોરોના પોઝિટિવ

ધર્મેન્દ્રનાં ત્રણ સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ

ધર્મેન્દ્ર (Dharmendra) અને તેનો પરિવાર કોરોનાને ધ્યાનમાં રાખી તમામ સાવધાની વર્તી રહ્યાં છે. તમામ પોઝિટિવ કર્મચારી ક્વૉરન્ટીન છે. અને ડોક્ટર્સની દેખરેખમાં છે. એવી વાતો છે કે બંને જલ્દી જ સ્વસ્થ થઇ જશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Corona Virus)નાં કેસીસ ફરી તેજીથી વધી રહ્યાં છે. સતત વધતા કેસને કારણે ન ફક્ત લોકો પણ સરાકર પણ પરેશાન છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan)નાં પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી હવે તે બાદ ધર્મેન્દ્ર (Dharmendra)નાં ઘરમાં કોરોનાએ દસ્તક લઇ લીધી છે. તેમનાં ઘરનાં ત્રણ સ્ટાફ કોવિડ 19 પોઝિટિવ આવ્યાં છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ , તમામ પોઝિટિવ કર્મચારીઓ ક્વૉરન્ટીન છે. અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. ધર્મેન્દ્રનો પરિવાર કોરોનાની તમામ સાવધાની વર્તી રહ્યા છે. ધ્મેન્દ્ર ગત કેટલાંક મહીનાએ તેમનાં લોનાવાલા સ્થિત ફાર્મહાઉસ પર રહી રહ્યાં હતા પણ હાલમાં તે મુંબઇમાં છે.

  આ અંગે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, 'મે મારી વેક્સીન લગાવી દીધી છે. હું ઠીક છું. જોકે મે મારો કોરોના ટેસ્ટ ફરીથી કરાવ્યો છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. ધર્મેન્દ્ર હાલમાંજ કોરોનાનો વેક્સીન ડોઝ લીધો હતો. આ સમયે તેમણે લોકો કોરોનાની ડોઝ લગાવવા અને નિયમોનું પાલન કરવાં અપીલ કરી હતી.'

  ધર્મેન્દ્ર આજકાલ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તેઓ તેમની દિવસ ભરની અપડેટ્સ આપતાં રહે છે અને લોકો પણ તેને ખુબ પસંદ કરતાં હોય છે. આમિર ખાન પણ હાલમાં કોરોના પોઝિટિ આવ્યો છે. આ પહેલાં રણબીર કપૂર, કાર્તિક આર્યન અને મનોજ બાજપેયી જેવાં સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
  Published by:Margi Pandya
  First published: