ધર્મેન્દ્રએ પોતાની પહેલી કાર સાથે video શેર કર્યો, એ સમયે 18 હજારમાં લીધી હતી FIAT
ધર્મેન્દ્રએ પોતાની પહેલી કાર સાથે video શેર કર્યો, એ સમયે 18 હજારમાં લીધી હતી FIAT
ધર્મેન્દ્ર હવે અનિલ શર્માની ફિલ્મ 'અપને 2'માં જોવા મળશે. (ફોટો; Instagram/aapkadharam)
એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra)એ પોતાની પહેલી કારનો વિડીયો શેર કર્યો છે, જેની સાથે તેમણે ઘણી રસપ્રદ વાતો જણાવી છે. તેમણે બ્લેક કલરની ફિએટ કારને દાયકાઓ પહેલાં 18 હજાર રૂપિયામાં ખરીદી હતી.
નવી દિલ્હી. સોશ્યલ મીડિયાની સારી બાબત એ છે કે ચાહકો પોતાના મનગમતા કલાકારો સાથે કનેક્ટ રહી શકે છે અને આ પ્લેટફોર્મ થકી સેલેબ્સ પણ પોતાની નવાજૂનીની અપડેટ આપતાં રહે છે. સદાબહાર એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra) પણ પોતાના ફેન્સ સાથે પોતાની જિંદગીના રસપ્રદ કિસ્સા શેર કરતા રહે છે. આ બહાને તેઓ ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરે છે. તેઓ ક્યારેક પોતાનું ફાર્મહાઉસ દેખાડે છે, તો ક્યારેક કોઈ ફિલ્મી કિસ્સા સંભળાવે છે. તાજેતરમાં આ દિગ્ગજ અભિનેતાએ પોતાની પહેલી કારનો વિડીયો શેર કર્યો છે, અને એ સાથે તેમણે ઘણી રસપ્રદ વાત જણાવી છે. તેમણે કાળા રંગની ફિએટ કાર (Dharmendra black Fiat)ને દાયકાઓ પહેલાં 18 હજાર રૂપિયામાં ખરીદી હતી.
ધર્મેન્દ્રએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાની કારની બાજુમાં ઊભા છે. વિડીયોમાં તેઓ કહે છે, ‘હેલો દોસ્તો, મારી પહેલી કાર. મેં આ કારને ફક્ત 18 હજાર રૂપિયામાં ખરીદી હતી. એ સમયે 18 હજાર રૂપિયા પણ મોટી રકમ ગણાતી. મેં તેને બહુ સાચવીને રાખી છે. સારી લાગે છે? પ્રાર્થના કરો એ હંમેશા મારી સાથે રહે.’
એક્ટરે વિડીયો કેપ્શનમાં લખ્યું છે, ‘દોસ્તો, ફિએટ, મારી પહેલી કાર, મારા દિલની બહુ નજીક. એક સ્ટ્રગલરના જીવનમાં ભગવાનનો આશીર્વાદ.’ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ પોતાને ‘ઈમોશનલ ફૂલ’ કહ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું પોતાની પહેલી કાર ફિએટને લઈને બહુ લાગણીશીલ બની ગયો છું, એ ડરથી કે જો મારી પાસે એક દિવસ કંઈ નહીં રહે, તો હું એને ટેક્સીમાં બદલી શકું.’
ધર્મેન્દ્ર ‘ફૂલ ઔર પત્થર’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’ જેવી ફિલ્મો માટે જાણીતાં છે. તેઓ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘યમલા પગલા દીવાના: ફિર સે’માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે પોતાના દીકરા સની દેઓલ અને બોબી દેઓલ સાથે એક્ટિંગ કરી હતી.
ધર્મેન્દ્ર હવે અનિલ શર્માની ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે, જેમાં દેઓલ પરિવારની ત્રણ પેઢી જોવા મળશે. આ ઉપરાંત, તેઓ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani)નો ભાગ પણ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર