Dharmendra Health Update : ધર્મેન્દ્ર છેલ્લા 4 દિવસથી ICUમાં હતા, VIDEO શેર કરી આપી સ્વાસ્થ્યની માહિતી
Dharmendra Health Update : ધર્મેન્દ્ર છેલ્લા 4 દિવસથી ICUમાં હતા, VIDEO શેર કરી આપી સ્વાસ્થ્યની માહિતી
ધર્મેન્દ્ર ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
Dharmendra Health Update : ધર્મેન્દ્ર (Dharmendra) ના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે 'અપને' (apne) ના આગામી ભાગમાં પુત્રો સની દેઓલ (Sunny Deol) અને બોબી દેઓલ (Bobby Deol) સાથે જોવા મળશે, તેનો પૌત્ર કરણ દેઓલ (karan deol) પણ આ ફિલ્મમાં જોવા મળશે
Dharmendra Health Update : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ની તબિયતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ધર્મેન્દ્રને ચાર દિવસ પહેલા હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ એ છે કે, હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને પીઠમાં દુખાવો થયો હતો, જેના પછી તેમને 4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને રજા આપવામાં આવી છે.
સમાચાર મુજબ, તેમના પુત્ર અને અભિનેતા-રાજકારણી સની દેઓલ પણ આજે તેમના પિતાની તબિયત પૂછવા હોસ્પિટલ ગયા હતા અને તેમની સાથે સમય વિતાવ્યો હતો. બીજી તરફ ધર્મેન્દ્રએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, 'મારી પીઠમાં દુખાવો થતો હતો, જેના કારણે મારે 4 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને તમારી પ્રાર્થનાથી હું હવે ઠીક છું. હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે.
ધર્મેન્દ્રના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે 'અપને'ના આગામી ભાગમાં પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સાથે જોવા મળશે, તેનો પૌત્ર કરણ દેઓલ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે, ધર્મેન્દ્ર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ જોવા મળશે, જે ફેબ્રુઆરી 2023 માં રિલીઝ થવાની છે. ધર્મેન્દ્ર અને જયા બચ્ચન 48 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને છેલ્લે 'શોલે' (1975)માં જોવા મળ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં, ધર્મેન્દ્રએ તેમના સોશિયલ મીડિયા પેજ પર તેમની 'રોકી અને રાની કી લવ સ્ટોરી' ટીમની તસવીર શેર કરી હતી. તસવીરમાં તેની સાથે શબાના આઝમી, આલિયા, રણવીર અને ડિરેક્ટર કરણ જોહર પણ હતા.
તસવીરની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, "મિત્રો, પ્રેમ મહોબ્બત, એટલું સન્માન મળ્યું બધા પાસેથી... મને ખબર પણ ન હતી કે હું નવા યુનિટ સાથે કામ કરી રહ્યો છું." ધર્મેન્દ્ર આલિયા અને રણવીરના વખાણ કરતા રહે છે. ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “રણવીર તેની તમામ ફિલ્મોમાં ખૂબ જ નેચરલ લાગે છે. ખૂબ જ સુંદર છોકરો. જ્યારે પણ અમે કોઈ ફંક્શનમાં એકબીજાને મળીએ છીએ, ત્યારે તે મારી બાજુમાં આવીને બેસે છે. તેવી જ રીતે, આલિયા પણ તેના કામમાં તેજસ્વી છે."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર