પોતાનાં જ સંઘર્ષનો VIDEO જોઇને ભાવુક થઇ ગયા ધર્મેન્દ્ર, કહ્યું કે...

News18 Gujarati
Updated: September 13, 2019, 12:40 PM IST
પોતાનાં જ સંઘર્ષનો VIDEO જોઇને ભાવુક થઇ ગયા ધર્મેન્દ્ર, કહ્યું કે...
ધર્મેન્દ્રને (Dharmendra) રોતા જોઇને તેનાં દીકરા સની દેઓલ (Sunny Deol) અને પૌત્ર કરણ દેઓલ (Karan Deol)ની આખોમાં પાણી આવી ગયું

ધર્મેન્દ્રને (Dharmendra) રોતા જોઇને તેનાં દીકરા સની દેઓલ (Sunny Deol) અને પૌત્ર કરણ દેઓલ (Karan Deol)ની આખોમાં પાણી આવી ગયું

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  બોલિવૂડનાં હીમેન કહેવાતા સુપરસ્ટાર ધરમેન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર (Dharmendra) ચોધાર આસુંએ રડતા દેખાયા. આમ તો હમેશાં મસ્તી મજાકનાં મૂડમાં જોવા મળતા ધર્મેન્દ્રને આ રીતે રડતા જોઇને લોકો પણ ઇમોશનલ થઇ ગાય હતાં. આપને થશે કે આખરે ધરમજી કેમ રડ્યાં, કારણ કે, તેમનાં જીવન પર બનેલો એક વીડિયો તેમને બતાવવામાં આવ્યો. આ વીડિયો જોઇને તે રડવા લાગ્યા હતાં.
આ સમયે તેમની સાથે તેમનો દીકરો સની દેઓલ (Sunnyy Deol) અને પૌત્ર કરન દેઓલ (Karan Deol) પણ ઘણાં ઇમોશનલ થઇ ગયા હતાં. વીડિયો પૂર્ણ થયા બાદ ધરમેન્દ્રનું રડવાનું અટક્યું નહીં અને તે બોલી પડ્યાં.. 'મને તો રોવડાવી જ દીધો..'

હાલમાં જ ધર્મેન્દ્ર રિયાલિટી સિંગિંગ શો 'સુપરસ્ટાર સિંગર'માં ખાસ મહેમાન તરીકે પહોચ્યા હતાં. આ સમયે તેઓ તેમનાં પૌત્રની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નાં પ્રમોશન માટે આવ્યા હતાં. આ સમયે શો પર મેકર્સે તેમનાં માટે ખાસ વીડિયો તૈયાર કર્યો હતો જેમાં તેમનાં બાળપણની કહાની હતી.. તેમનું ગામ અને સ્કૂલ હતી. તેમની પસંદિદા મિઠાઇની દુકાન અને તે પૂલ જ્યાં તે બેસીને સ્ટાર બનવાનાં સપનાં જોતા હતાં. આ વીડિયો જોઇને ધરમજીને જૂની યાદો તાજા થઇ ગઇ અને તેમની આંખો ભરાઇ આવી.પોતાનાં સંઘર્ષની કહાની સાંભળીને ધરમજી ખુબજ ઇમોશનલ થઇ ગયા હતાં. અને વીડિયો પૂર્ણ થતા જ બોલ્યા હતાં કે, 'આપ લોકોએ તો મને રોવડાવી જ દીધો..' આ પૂલ પર જઇને આજે પણ હું એજ કહું છું ધર્મેન્દ્ર તુ તો સ્ટાર બની ગયો.. પૂલ પણ સાંભળે છે.. એટલું કહીને ધરમજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ધરમજીને રોતા જોઇને સની દેઓલ અને કરન પણ ઇમોશનલ થઇ જાય છે. આ ભાવૂક પળ બાદ ધર્મેન્દ્રને ખુશ કરવાં માટે સ્પર્ધકો સુંદર ગીત ગાય છે.

ધર્મેન્દ્રનો આ વીડિયો સોની ટીવીએ તેમનાં ઓફિશિયલ ટ્વટિર પેજ પર શેર કર્યો છે. અને સાથે જ એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે બાળકોનાં વખાણ કરતાં નજર આવે છે. આ શો પર બાળકોએ ધર્મેન્દ્ર અને સનીની ફિલ્મનાં ગીતો ગાયા હતાં. આ સમયે બંને સુપર્સટાર્સે જે તે ફિલ્મો સાથે જોડાયેલી યાદો પણ શેર કરી હતી.
First published: September 13, 2019, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading