ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લેકલિસ્ટ, જાણો કારણ

ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લેકલિસ્ટ, જાણો કારણ
@KartikAaryan/instagram

ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને બ્લેક લિસ્ટ કરી દીધો છે. એટલે કે એક્ટર હવે ફરી ક્યારેય આ પ્રોડક્શન હાઉસ સાથે કામ નહીં કરી શકે. મહત્વનું છે કે, એક તરફ દોસ્તાના 2નું કામ શરુ થઇ ચૂક્યું છે, ત્યારે પ્રોડક્શન હાઉસે કાર્તિકને બહાર કરી દીધો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ધર્મા પ્રોડક્શને બોલીવુડના એક્ટર કાર્તિક આર્યનને કથિત રીતે દોસ્તાના 2 ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધર્મા પ્રોડક્શને તેના પર 'અનપ્રોફેશનલ વ્યવહાર'નો આરોપ મૂકીને ફિલ્મની બહાર કરી દીધો છે. એટલું જ નહીં, કાર્તિક હવે ભવિષ્યમાં ક્યારેય પણ ધર્મા પ્રોડક્શન હાઉસ સાથે કામ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે કરણ જોહરનું આ ધર્મા પ્રોડક્શન કાર્તિક આર્યનને 2008ની હિટ ફિલ્મ દોસ્તાનાના સિક્વલમાં લીડ એક્ટર તરીકે કાસ્ટ કરવાનું હતું.

PeepingMoon.comના મુજબ, ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને બ્લેક લિસ્ટ કરી દીધો છે. એટલે કે એક્ટર હવે ફરી ક્યારેય આ પ્રોડક્શન હાઉસ સાથે કામ નહીં કરી શકે. મહત્વનું છે કે, એક તરફ દોસ્તાના 2નું કામ શરુ થઇ ચૂક્યું છે, ત્યારે પ્રોડક્શન હાઉસે કાર્તિકને બહાર કરી દીધો છે.નવાઈની વાત તો એ છે કે કાર્તિક આર્યન દોસ્તાના 2ના શૂટિંગનું 20 દિવસનું શૂટિંગ પૂર્ણ કરી ચુક્યા છે. ધર્મા પ્રોડક્શને કાર્તિકને અનપ્રોફેશનલ કહેવાની સાથે પ્રોડક્શન હાઉસ કાર્તિકની ડેટને લઈને પણ ક્લિયર નહોતું. કહેવાય છે કે એક્ટરની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની તરફથી દોસ્તાના 2ને લઈને કાર્તિકની ડેટ્સ સાચી નહોતી જણાવવામાં આવી.

કાર્તિકે ઓક્ટોબર 2019માં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના ફેન્સને જણાવી દીધું હતું કે તેણે દોસ્તાના 2ની તૈયારીઓ કરી લીધી છે. આ પોસ્ટમાં કાર્તિક ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે દેખાયો હતો. સાથે જ તેણે કેટલાક ઇન્ટરવ્યૂમાં પણ આ અંગે વાત કરી હતી, પરંતુ હવે કાર્તિકને આ ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.
Published by:News18 Gujarati
First published:April 16, 2021, 17:52 IST

ટૉપ ન્યૂઝ