Dhanush and Aishwaryaa separation: ધનુષ અને ઐશ્વર્યાએ કેમ અલગ થઈ રહ્યા? કારણ સામે આવ્યું?
Dhanush and Aishwaryaa separation: ધનુષ અને ઐશ્વર્યાએ કેમ અલગ થઈ રહ્યા? કારણ સામે આવ્યું?
ધનુષ અને ઐશ્વર્યાએ કેમ અલગ થઈ રહ્યા? કારણ સામે આવ્યું?
Dhanush and Aishwaryaa separation : ધનુષ (Dhanush) અને તેની પત્ની ઐશ્વર્યા (Aishwarya) એ સોમવારે રાત્રે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો હતો. બંને 18 વર્ષ પછી અલગ થવા જઈ રહ્યા છે
Dhanush and Aishwaryaa separation : સાઉથના દિગ્ગજ અભિનેતા ધનુષ (Dhanush) અને તેની પત્ની ઐશ્વર્યા (Aishwarya) એ સોમવારે રાત્રે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો હતો. બંને 18 વર્ષ પછી અલગ થવા જઈ રહ્યા છે, ધનુષ અને ઐશ્વર્યા બંનેએ તેમની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ધનુષ અને ઐશ્વર્યા બંને પોત-પોતાની પોસ્ટ શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
તો, હવે આ બંનેના અલગ થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. આજતકમાં છપાયેલા સમાચાર મુજબ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ધનુષના નજીકના મિત્રએ જણાવ્યું કે, ધનુષ વર્કહોલિક પ્રકારનો વ્યક્તિ છે. તે પોતાના કામ પ્રત્યે વધુ સભાન છે. તેણે કહ્યું કે, ધનુષ તેના કામમાં ખૂબ જ વ્યસ્ત છે, જેના કારણે તેને ઘરથી દૂર રહેવું પડે છે, જેની સીધી અસર પરિવાર પર પડે છે.
તેણે વધુમાં કહ્યું કે, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, જ્યારે પણ ધનુષને ઐશ્વર્યા સાથે કઈ કહા-સુની થાય, ત્યારે ધનુષે નવી ફિલ્મ સાઈન કરી લેતો, જેથી ધનુષ તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને આ બધી બાબતો વિશે વધુ વાત ન થઈ શકે. તેના મિત્રએ એમ પણ કહ્યું કે, ધનુષ તેના અંગત જીવન વિશે ખૂબ જ ખાનગી છે. તે પોતાના અંગત જીવન વિશે કોઈની સાથે ચર્ચા નથી કરતો. આવી સ્થિતિમાં તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ કહી શકતું નથી.
આ બધાની ધનુષના પરિવાર પર ઊંડી અસર પડી અને આજે 18 વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. સૂત્રએ એ પણ જણાવ્યું કે, બંને છેલ્લા ઘણા દિવસોથી અલગ થવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ ધનુષ તેની ફિલ્મ 'અતરંગી રે'ના પ્રમોશન પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવા માંગતો હતો. સોમવારે પોસ્ટ શેર કરતા પહેલા પણ બંનેએ લાંબા સમય સુધી વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, સોમવારે રાત્રે ટ્વિટર પર એક લાંબી નોટ શેર કરતા ધનુષે લખ્યું કે, તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ પોસ્ટમાં ધનુષે લખ્યું છે કે, 'અમે છેલ્લા 18 વર્ષથી એક મિત્ર, દંપતિ અને માતા-પિતા તરીકે સાથે છીએ.. અમારી યાત્રા વિકાસ, સમજણ, ગોઠવણ અને અનુકૂલનની રહી છે... આજે અમે એવા સ્થાને ઊભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને આ ડીલ કરવા માટે અમને જરૂરી ગોપનીયતા આપો. ઓમ નમ:શિવાય. સ્પ્રેડ લવ. આપકા ડી.'
તો, ઐશ્વર્યા, જે પીઢ અભિનેતા રજનીકાંતની મોટી પુત્રી છે, તેણે પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જ પોસ્ટ શેર કરી. તેણે કેપ્શનમાં લખ્યું, 'કોઈ કેપ્શનની જરૂર નથી... માત્ર તમારી સમજણ અને તમારો પ્રેમ જરૂરી છે!' તમને જણાવી દઈએ કે, ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન 18 નવેમ્બર 2004ના રોજ થયા હતા. તેમને લિંગા અને યાત્રા રાજા નામના બે પુત્રો છે. ઐશ્વર્યા એક્ટિંગની દુનિયાથી દૂર છે. તે પ્રખ્યાત દિગ્દર્શક છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર