'ગોપી બહુ'ની ઇમેજ તોડી DEVOLEENA BHATTACHARJEEએ કર્યો બેલે ડાન્સ, VIDEO VIRAL

દેબોલીનાએ કર્યો બેલે ડાન્સ

સ્મોલ સ્ક્રીનની સંસ્કારી બહૂની ઇમેજ તોડી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjeee)એ કર્યો બેલે ડાન્સ. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રીનની સંસ્કારી બહૂની ઇમેજ તોડી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjeee) કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ગોપી બહૂથી ફેમસ દેવોલીના ઘર ઘરમાં ઓળખાય છે. ગત દિવસોમાં તે બિગ બોસ 14 (Bigg Boss 14) માં નજર આવી હતી.

  આ પણ વાંચો- ANUPAMAAનાં સેટ પર વહુરાણી મદાલસાને મળવાં પહોચ્યા મિથુન ચક્રવર્તી, જુઓ PHOTOS

  ફેન્સ એક્ટ્રેસની સુંદરતા પર ફિદા રહેતા હતાં. દેવોલીના મોટાભાગે તેનાં સ્ટાઇલીશ અંદાજથી ફેન્સને તેનાં દિવાના બનાવી દેતી. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.અને તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં તેણે તેનો એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે જેમાં તે બેલે ડાન્સ કરતી નજર આવે છે.
  'સાથ નિભાના સથિયા'માં ગોપી બહૂનાં કિરદારથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) ગ્લેમરસ અવાતરમાં નજર આવી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો જોત જોતામાં વાયરલ થઇ ગયો છે. દેવોલીના ભટ્ટાચાર્જી બ્લેક કલરન સ્પોટ્સ બ્રા પેહરી છે અને સાથે જ બેલે બેલ્ટ બાંધ્યો છે. અને તે ડાન્સ કરતી નજર આવી રહી છે.

  આ પણ વાંચો- 'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

  આપને જણાવી દઇએ કે, આ પહેલાં દેવોલીના પર્લ વી પૂરી પર આપેલાં સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવી હતી. તે પર્લની વિરોધમાં હતી અને તેણે બાળકીને સપોર્ટ કરતી ટ્વિટ્સ શેર કરી હતી. આ મામલે ટ્વિટર પર તેનાં અને ટીવી એક્ટ્રેસ નિયા શર્માની વચ્ચે વાક યુદ્ધ પણ છેડાઇ ગયુ હતું.
  Published by:Margi Pandya
  First published: