મોહિત રેનાને થયો કોરોના, હોસ્પિટલમાં છે દાખલ, ફેન્સે કહ્યું- હર હર મહાદેવ, આપ..

મોહિત રેનાને થયો કોરોના, હોસ્પિટલમાં છે દાખલ, ફેન્સે કહ્યું- હર હર મહાદેવ, આપ..
(PHOTO: merainna/Instagram)

ટીવી સીરિયલ 'દેવો કે દેવ.. મહાદેવ' (Devo Ke Dev.. Mahadev)નાં એક્ટર મોહિત રૈના (Mohit Raina)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેનું ઇલાજ ચાલુ છે. મોહિત હોસ્પિટલમાં દાખલ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો છે. હાલમાં હાલાત બેકાબૂ થઇ ગયા છે. બોલિવૂડ અને ટીવીનાં ઘણમાં સ્ટાર્સ પણ કોરોના પોઝિટિવ છે. હવે આ વાયરસની ચપેટમાં ટીવી એક્ટર મોહિત રૈના (Mohit Raina) પણ આ વી ગયો છે. મોહિતને ટીવી શો 'દેવો કે દેવ.. મહાદેવા' (Devo Ke Dev... Mahadev)માં ભગવાન શંકરનાં રોલ અદા કરનારા એક્ટર મોહિત રૈના (Mohit Raina) પણ આવી ગયા છે. મોહિતને ટીવી શો 'દેવો કે દેવ.. મહાદેવ'નો રોલ અદા કરી ઘર ઘરમાં ઓળખ બનાવી છે.

  એક્ટર મોહિત રૈના (Mohit Raina)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર હોસ્પિટલથી બે ફોટો શેર કરી છે. જેમાં એકમાં હોસ્પિટલની બહારનો નજારો દેખાય છે અને બીજી તસવીરમાં તેનાં હાથમાં લાગેલી ડ્રિપ નજર આવે છે. આ બંને ફોટો શેર કરવાની સાથે મોહિતે પોસ્ટમાં લખ્યું છે, 'જેમ હું બહાર અને અંદર જોવું છું, હું સૌનાં માટે પ્રાર્થના કરુ છું. મારા પિતા હમેશાં કહે છે કે, પ્રાર્થના જાદૂની જેમ કામ કરે છે. હું આપ સૌને નિવેદન કરું છું કે સુરક્ષિત રહો અને માણસાયી માટે પ્રાર્થના કરો. ગત અઠવાડિયે કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હું ડોક્ટર્સનાં સેફ હાથમાં છું. દરરોજ મને માનવીય ભાવનાઓ દેખાય છે. એવાં લોકોને કારણે આપણે ઠીક છીએ. ઓછામાં ઓછું આપણે ઘરની અંદર રહી શકીએ છીએ. જલ્દી જ ઠીક થઇ આપને મળું છું. લવ યૂ.'  (PHOTO: merainna/Instagram)


  મોહિત રૈનાની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે ઘણાં સેલિબ્રિટીઝ પણ જલ્દી જ ઠીક થવાની પ્રાર્થના કરે છે. એક ફેન્સે લખ્યું, 'હર હર મહાદેવ જલ્દી ઠીક થઇ જશે.' તો બીજી તરફ લખ્યું કે, 'જલ્દી ઠીક થઇ જાઓ ભાઇ, મહાદેવની કૃપા બની રહે આપનાં પર.'

  વર્કફ્રન્ટની વાત કરીએ તો, મોહિત રૈનાએ વેબ સીરીઝ 'અ વાયરલ વેડિંગ'માં કામ કર્યું છે. આ ઉપરાંત ગત વર્ષે તેની ફિલ્મ 'મિસિસ સીરિયલ કિલર' રિલીઝ થઇ હતી. મોહિતની અપકમિંગ ફિલ્મ 'શિદ્દત' છે.
  Published by:Margi Pandya
  First published:April 23, 2021, 14:05 pm

  ટૉપ ન્યૂઝ