Home /News /entertainment /19 Years Of Devdas: ભણસાલીએ પાણીની જેમ વહાવ્યો હતો પૈસો, એશ-માધુરીએ પહેર્યો હતો લાખોનો ડ્રેસ
19 Years Of Devdas: ભણસાલીએ પાણીની જેમ વહાવ્યો હતો પૈસો, એશ-માધુરીએ પહેર્યો હતો લાખોનો ડ્રેસ
19 Years Of Devdas
ભવ્ય સેટ પર ફિલ્માવવામાં આવેલી અસાધારણ પ્રેમ કથા 'દેવદાસ (Devdas)'ને આજે 19 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયે અમે આપનાં માટે ફિલ્મની લીડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને માધુરી દીક્ષિતે (Madhuri Dixit) પહેરેલાં તે રોયલ ડ્રેસિસ અંગે જણાવીએ જે પહેરવાં દેશની કરોડો મહિલાઓની ઇચ્છા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તેની ફિલ્મોની ભવ્યતા માટે જાણીતો છે. ફિલ્મનાં સેટથી લઇ કલાકારોનાં કપડાં સુધી સંજય લીલા ભણસાલી દરેક ચીજોનું બારીકીથી ધ્યાન રાખે છે. દેવદાસ (Devdas) પણ સંજય લીલા ભણસાલીની એવી એક ફિલ્મમાંથી એક છે જેનાં પર તેણે પાણીની જેમ પૈસો વહાવ્યો હતો. ફિલ્મ દેવદાસને રિલીઝ થયે આજે 19 વર્ષ થઇ ગયા. તેમણે આ ફિલ્મમાં એક એક દ્રશ્યને અસાધારણ બનાવવામાં કોઇ કસર છોડી નથી. આ પહેલાં ભંણસાલીએ 1999માં તેમની ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' (Hum Dil De Chuke Sanam)ની સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. પણ દેવદાસથી તેમણે ઇતિહાસ રચી દીધો હતો.
ભવ્ય સેટ પર ફિલ્માવવામાં આવેલી એક અસાધારણ પ્રેમ કથાને આજે 19 વર્ષ થઇ ગયા છે. આ સમયે અમે આપને આ ફિલ્મનાં લીડ એક્ટ્રેસીસ ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતે પહેરેલાં તે લહેંઘા વિશે વાત કરીશું જે પહેરવાં દેશની કરોડો મહિલાઓની ઇચ્છા છે.
ઐશ્વર્યા રાયની સાડીઓ- દેવદાસમાં ઐશ્વર્યા રાયે એવી ઘણી સાડીઓ પહેરી, જેને જોઇ લોકોની આંખો ખુલીને ખુલી રહી ગઇ હતી. દેવદાસની પારો એટલે કે ઐશ્વર્યાનાં લૂકને ખાસ બનાવવા સંજય લીલા ભણસાલીએ ખાસી મહેનત કરી છે. ડિઝાઇનર નીતા લુલ્લાની સાથે મળી તેમણે કોલકાત્તાનાં આંટા માર્યા હતાં. અને તેણે 100-200 નહીં પણ 600 સાડીઓ ખરીદી હતી. આ સાડીઓને મિક્સ એન્ડ મેચ કરી ઐશ્વર્યાનો લૂક તૈયાર કરવામાં આવ્યો હતો
મધુરી દીક્ષિતે પહેર્યો હતો લાખો રૂપિાયનો લહેંગો- ફિલ્મમાં માધુરી દીક્ષિતે પહેર્યો લહેંગાની ચર્ચા ઓછી નથી. અબુ જાની- સંદીપ ખોસલાનાં ડિઝાઇન કરેલાં માધુરી દીક્ષિતે એક એક લહેંગાની કિંમત 15 લાખથી ઉપરથી હતી. 'કાહે છેડ-છેડ મોહે' દરમિયાન 30 કિલોથી વધુ વજન હતાં. જે બાદમાં એક 16 કિલો વજનનો લહેંગો રિપ્લેસ કરવામાં આવ્યો હતો. તેને કમ્લીટ કરવામાં કારીગરોને મહિનાઓનો સમય લાગ્યો હતો.
ક્રૂની ટીમમાં હતાં 700થી વધુ લાઇટમેન- તે સમયે, એક ફિલ્મનાં સેટ પર સામાન્ય રીતે બે કે ત્રણ જનરેટર હોતા હતાં. પણ સંજય લીલા ભણસાલીની દેવદાસનાં સેટ પર રિકોર્ડ 42 જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો લાઇટમેન પણ 700થી વધુ હાં. ફિલ્મમાં તેનાં ભવ્ય દ્રશ્ય જોવા મળશે.
20 કરોડથી વધુ કિંમતી સેટ- જે સમયે દેવદાસ રિલીઝ થઇ તે સમયેની સૌથી મોંઘી ફિલ્મ હતી. ફિલ્મ પાછળ 50 કરોડથી વધુનો ખર્ચો થયો હતો. જે સાંભળ્યા બાદ સૌ કોઇનું મો ખુલ્લુ રહી ગયું હતું. ફિલ્મનાં નિર્માતા ભારત શાહને 2001માં એક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક અંડરવર્લ્ડને ફંડિંગ હોવાનું સામે આવ્યું. જે બાદ ફિલ્મનો ભવિષ્ય ખતરામાં આવી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર