Bollywood Interesting Story: દેવ આનંદ આવી રીતે કરતા હતા 'ડિસન્ટ ફ્લર્ટ', વહીદા રહેમાને સંસ્મરણો વાગોળ્યા

વહીદા રહેમાન અને દેવ આનંદ

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેવ આનંદ (Dev Anand) સદાબહાર અભિનેતા ગણાય છે. તેમના પર મહિલાઓ મરી પડતી હતી. તેઓ દેવ આનંદની એક ઝલક જોવા માટે બેતાબ હતી.

  • Share this:
    હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેવ આનંદ (Dev Anand) સદાબહાર અભિનેતા ગણાય છે. તેમના પર મહિલાઓ મરી પડતી હતી. તેઓ દેવ આનંદની એક ઝલક જોવા માટે બેતાબ હતી. દેવ આનંદ જે રસ્તેથી પસાર થતા ત્યાં તેમના ચાહકોની લાઇનો લાગતી હતી. તેમને બ્લેક જેકેટ પહેરીને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કાળા કોટમાં તેઓ એટલા આકર્ષક દેખાતા હતા કે યુવતિઓ છત પરથી કૂદી પડતી હતી. સામાન્ય લોકો સાથે બોલિવૂડમાં પણ તેમના અનેક ચાહકો હતા. દેવ આનંદ સાથે તે સમયના દિવસોને વહીદા રહેમાને વાગોળ્યા છે.

    અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)એ તેની યુટ્યુબ ચેનલ માટે વહીદા રહેમાન (Waheeda Rehman)નો ઇન્ટરવ્યુ લીધો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાનના યુગ વિશે વાત કરી હતી અને પૂછ્યું હતું કે, તેમના માટે દેવ આનંદ (Dev Anand)ના મનમાં પ્રેમ કેવી રીતે ઊભો થયો હતો?

    પહેલી વાર ગાઇડ ફિલ્મ જોયા બાદ પોતે પણ દેવ આનંદના પ્રેમમાં પડી હોવાનું ટ્વિંકલ ખન્નાએ કહ્યું હતું. તેણે એમ પણ પૂછ્યું કે, શું તેઓ વાસ્તવિક જીવનમાં પણ તેવા જ આકર્ષક હતા? વહીદા રહેમાને કહ્યું, હું દેવ આનંદની બહુ મોટી ચાહક હતી. મારી પહેલી ફિલ્મ તેમની સાથે હતી.

    ઉલ્લેખનીય છે કે, વહિદા રહેમાને 1956માં દેવ આનંદની CID ફિલ્મ સાથે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમની સાથે સોલવા સાલ, કાલા બજાર અને પ્રેમ પૂજારી સહિત સાત ફિલ્મોમાં અભિનય કર્યો હતો. વહીદા તેમની પ્રિય અભિનેત્રી હતા અને હવે વહીદાએ ખુલાસો કર્યો છે કે, દેવ ઘણીવાર તેમની સાથે ડિસેન્ટ ફ્લર્ટ કરતા હતા.

    ટ્વિંકલ ખન્નાએ દેવ આનંદના ડિસન્ટ ફ્લર્ટ વિશે પૂછ્યું ત્યારે વહીદા રહેમાને અગાઉ ઇન્ટરવ્યુમાં જે ઉલ્લેખ કર્યો હતો તે જણાવ્યું હતું. ટ્વિંકલ ખન્નાએ પૂછ્યું કે, દેવ આનંદે તમારી સાથે કેવી રીતે ફ્લર્ટ કરતા, શું તેઓ વહીદા તું ખૂબસૂરત છે એમ કહેતા હતા?

    જેના જવાબમાં વહિદાએ કહ્યું કે, ના, તેમણે એવું કહ્યું નહોતું. અમે ગાઈડ વિશેની ચર્ચા કરતા હતા ત્યારે ચેતન આનંદ અને અંગ્રેજી દિગ્દર્શક ટેડ ડેનિયલવ્હિસ્કી ત્યાં હતા. બંને મને ફિલ્મમાં લેવા નહોતા માંગતા. તેમને મારો ચહેરો ન ગમ્યો. તેમણે એમ પણ કહ્યું કે તમારું અંગ્રેજી સારું નથી. પરંતુ દેવ આનંદે કહ્યું, મને કોઈ ફરક નથી પડતો, મારી રોઝી ફક્ત વહીદા હશે.

    પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ

    ઈન્ટરવ્યૂ દરમિયાન વહીદા રહેમાને દેવ આનંદ સાથેની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. વહીદાએ દેવ આનંદની નકલ કરી હતી અને તેમની સ્ટાઇલમાં કહ્યું કે, "વહીદા કૈસી હો.. આઓ વો કરતે હૈ. કમ ઓન કમ ઓન.. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે હું તેમને પહેલી વાર મળી ત્યારે મેં "નમસ્તે દેવ સાહેબ" કહ્યું હતું. ત્યારે તેમણે તરત જ કહ્યું ક, "દેવ સાહેબ કોણ?" તેણે વહીદા રહેમાનને ફક્ત 'દેવ' કહેવા કહ્યું હતું.

    આ પણ વાંચોBollywood Interesting Story: હેમા માલિનીના પ્રેમમાં પાગલ સંજીવ કુમારે આ અભિનેત્રીના પ્રેમને ફગાવી દીધો હતો

    ઉલ્લેખનીય છે કે, 2011માં દેવ આનંદનું 88 વર્ષની વયે નિધન થયું હતું. તેમના છેલ્લા સમયમાં વહીદા તેમની સાથે ન હતા. આ બાબતે તેઓ કહે છે કે, લગ્ન કરીને હું બેંગ્લોર જતી રહી હતી. એક દિવસ મને દેવનો ફોન આવ્યો અને મને હમ દોનો કલરફૂલ વર્ઝનના પ્રીમિયરમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ હું જઈ શકી નહોતી. હું તેમને છેલ્લી વખત મળી શકી નહોતી.
    First published: