દિલ્હીમાં AAPની જીત : 'કેજરીવાલ જિંદાબાદ'ના નારા લગાવતી કેટરિના કૈફના વીડિયોનું સત્ય

News18 Gujarati
Updated: February 11, 2020, 2:33 PM IST
દિલ્હીમાં AAPની જીત : 'કેજરીવાલ જિંદાબાદ'ના નારા લગાવતી કેટરિના કૈફના વીડિયોનું સત્ય
કેટરિના કૈફ.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif)નો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે, વીડિયોમાં અભિનેત્રી ઝાડૂ લગાવી રહી છે.

  • Share this:
મુંબઈ : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Result 2020)ના વલણ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (KAtrina Kaif)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના સમર્થકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીના વલણમાં આપની જીતને જોઈને અભિનેત્રી કેટરિના કૈફ ઝાડૂ લગાવવા માટે મજબૂર બની હતી. હકીકતમાં આ વીડિયોમાં કેટરિના કૈફ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઝાડૂ લગાવી રહી છે. 'ઝાડૂ' આમ આદમી પાર્ટીનો ચૂંટણી સિમ્બોલ છે.

જોકે, કેટરિના કૈફ અંગે કહેવામાં આવી રહેલી આ વાત સાચી નથી. હકીકતમાં ઝાડૂ લગાવતો કેટરિના કૈફનો આ વીડિયો ખૂબ જૂનો છે. એટલું જ નહીં આ વીડિયો ખૂદ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) શેર કર્યો છે. આ વીડિયોમાં ઝાડૂ લગાવી રહેલી કેટરિના કૈફને અક્ષય પૂછે છે કે, "તમે શું કરી રહ્યા છો કેટરિના?" જવાબમાં કેટરિના કહે છે કે, 'સફાઈ'. જોકે, વીડિયોના અંતમાં તે અક્ષય કુમારને પણ ઝાડૂથી મારે છે.

આપના સમર્થકો આ વીડિયોનો અલગ જ રીતે ઉપયોગ કરી રહ્યા છે. "આજે દિલ્હીની જીતમાં કેટરિના કૈફે આપ્યા અભિનંદન, આમ આદમી પાર્ટીની જીતની ખુશીમાં ઝાડૂ લગાવીને ખુશી મનાવી."

એટલું જ નહીં ટિકટોક પર જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તેમાં બેકગ્રાઉન્ડમાં "કેજરીવાલ જિંદાબાદ"ના નારા સંભળાઈ રહ્યા છે. આ અવાજને એવી રીતે સેટ કરવામાં આવ્યો છે કે જ્યારે કેજરીવાલ જિંદાબાદના નારા લાગે છે ત્યારે અભિનેત્રી કેટરિના હસે છે.

હકીકતમાં અક્ષય કુમારે જ્યારે આ વીડિયો શેર કર્યો હતો ત્યારે તેણે લખ્યું હતું કે, "સૂર્યવંશીના સેટ પર સ્વચ્છ ભારત અભિયાનનો નવો બ્રાન્ડ એમ્બેસેડર મળી ગયો છે." એટલે કે હકીકત એવી છે કે આ વીડિયો અક્ષય કુમાર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ના સેટનો છે. સેટ પર ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રીએ એક દિવસ ઝાડૂ લગાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર રોહિત શેટ્ટી આજકાલ પોતાની ફિલ્મ 'સૂર્યવંશી' (Sooravanshi) બનાવી રહ્યા છે. આ વીડિયો શૂટિંગ દરમિયાન સેટ પર લેવાયેલો છે.
First published: February 11, 2020, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading