Home /News /entertainment /કોવિડમાં બીમાર થનારા પતિનું સ્વાસ્થ્ય સુધરતા દીપ્તિએ માનતા કરી પૂર્ણ, તિરુપતિ બાલાજી જઇ કરાવ્યું મુંડન

કોવિડમાં બીમાર થનારા પતિનું સ્વાસ્થ્ય સુધરતા દીપ્તિએ માનતા કરી પૂર્ણ, તિરુપતિ બાલાજી જઇ કરાવ્યું મુંડન

ટીવી એક્ટ્રેસ દીપ્તિ ધ્યાનીએ પતિનાં સારા સ્વાસ્થ્ય માટે મુંડન કરાવ્યું

Deepti Dhyani Shaved her Hair: દીપ્તિ ધ્યાનીએ (Dipti Dhyani) પતિ હોસ્પિટલથી ઘરે આવે એટલે તિરુપતિ બાલાજીમાં તેનાં વાળ ચઢાવવાનો સંકલ્પ ત્યારે લીધો હતો  આપને જણાવી દઇએ કે, ગત વર્ષે સૂરજ કોરોના ગ્રસ્ત થયો હતો તે સમયે તેની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેને મુંબઇની લિલાવતી હોસ્પિટલનાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો .

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'બાઝીગર'માં શિલ્પાની ખાસ મિત્ર અંજલીનો રોલ ભજવાનારી એક્ટ્રેસ દીપ્તી ધ્યાનીની સુંદરતા તો આજે પણ એટલી જ કાયમ છે. થોડા સમય પહેલાંતેનાં પતિ અને ટીવી એક્ટર સૂરજ થાપર (Sooraj Thapar) કોરોનાગ્રસ્ત થઇ ગયા હતાં. સંક્રમિત થયા બાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે તેમની પત્ની દીપ્તિ ધ્યાની (Dipti Dhyani)એ સંકલ્પ કર્યો હતો કે, તેઓ જલ્દી ઠીક થઇ જાય તે માટે તે તિરુપતિ બાલાજી જઇ તેમનાં વાળ ચઢાવશે. તેણે તેની આ માનતા પૂર્ણ કરી છે. અને તેનાં માથે મુંડન કરાવ્યું છે. જેની તસવીરો અને વીડિયો ખુદ તેનાં પતિ સૂરજ થાપરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યાં છે.

  દીપ્તિ ધ્યાની (Dipti Dhyani)નાં ફેન્સ તેને જોઇને ત્યારે ચોકી ગયા જ્યારે તે માથે મુંડન કરાવી લોકોની સામે આવી. તેણે તેનાં પતિ અને એક્ટર સૂરજ થાપરનાં સારા સ્વાસ્થ્ય માટે આ મુંડન કરાવ્યું છે. દીપ્તિએ પતિ હોસ્પિટલથી ઘરે આવે એટલે તિરુપતિ બાલાજીમાં તેનાં વાળ ચઢાવવાનો સંકલ્પ ત્યારે લીધો હતો  આપને જણાવી દઇએ કે, ગત વર્ષે સૂરજ કોરોના ગ્રસ્ત થયો હતો તે સમયે તેની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેને મુંબઇની લિલાવતી હોસ્પિટલનાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો .  દીપ્તિ ધ્યાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે જેમાં તે માથે મુંડન કરાવેલી નજર આવે છે. અને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેણે લખ્યું છે, 'તેરે નામ સૂરજ થાપર'. સૂરજ થાપરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત ચીતમાં કહ્યું કે, તે દીપ્તિ જેવી જીવનસાથી મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે જે તેનાં માટે આ હદ સુધી જઇ શકે છે.

  દીપ્તિએ પતિ સૂરજ થાપર માટે રાખી હતી માનતા
  દીપ્તિએ સંકલ્પ લીધો હતો કે, 'હું લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યો ત્યારે તેણે મને આ વિશે જણાવ્યું હતું. હું ચોંકી ગયો હતો. અને વારંવાર તેને પ્રશ્ન કરતો હતો કે શું તારે આખુ માંથુ મુંડાવવાનું છે. જ્યારે હું આ નિર્ણયમાં સંમ્મત ન હતો ત્યારે દીપ્તિનો નિશ્ચય દ્રઢ હતો. તેનાં માટે આ જરૂરી હતું. તે મને પરત પહેલાં જેવો મારા પગ પર ઉભેલો જોવા ઇચ્છતી હતી. તેણે મને કહ્યું કે, મારું જીવન તેનાં વાળ કરતાં વધુ મહત્વનું છે.'
  હું દીપ્તિનાં કરિઅર માટે ચિંતિત છું- સૂરજ થાપર
  સૂરજે કહ્યું કે, એક્ટર તરીકે અમારે હમેશાં સારા દેખાવું જોઇએ.કારણ કે દીપ્તિ ધ્યાની ટીવી પર વાપસી કરવાં તૈયાર હતી. તેથી મને તેનાં કરિઅર માટે ચિંતા થઇ રહી છે. તેને આશા છે કે, મેકર્સની પાસે તે રોલ હોય જે તેને સૂટ કરશે. એક્ટરે કહ્યું કે, ઇમાનદારીથી કહું તો મને નહોતી કે મને આમ કરવું ક્યારેય યોગ્ય લાગશે કે નહીં. પણ તે હસતાં હસતાં મંદીરમાં બેસી ગઇ અને ફક્ત ભગવાનનાં નામનો જાપ કરવા લાગી.

  આ પણ વાંચો- પાણીપુરી ખાવામાં એટલી મશગૂલ થઈ ગઈ Kamya Punjabi, સ્ટોલ પર જ ભૂલીને આવી 1 લાખ રૂપિયા

  દીપ્તિએ આત્મ વિશ્વાસથી તેનો ન્યૂ લૂક ફ્લોન્ટ કરી રહી છે.
  દીપ્તિ આત્મવિશ્વાસથી તેનાં નવાં લૂકને ફ્લોન્ટ કરી રહી છે અને તેને કોઇ જ પ્રકારનો દુપટ્ટો કે બેન્ડ પહર્યો ન હતો. સૂરજ થાપરે કહ્યું કે, 'દીપ્તિ વધુ સુંદર દેખાઇ રહી છે કામની વાત કરીએ તો, હાલમાં સૂરજ થાપર 'મીત: બદલેગી દુનિયા કી રીત'નો ભાગ છે.'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dipti Dhyani, Suraj thapar, Tirupati Balaji, Tv Gossip, Tv news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन