Home /News /entertainment /દીપિકા પાદુકોણની બહેન સુંદરતામાં બોલિવૂડ હિરોઈનોને પણ આપે છે ટક્કર, આવી રીતે વધાર્યું દેશનું ગૌરવ
દીપિકા પાદુકોણની બહેન સુંદરતામાં બોલિવૂડ હિરોઈનોને પણ આપે છે ટક્કર, આવી રીતે વધાર્યું દેશનું ગૌરવ
રણવીર સિંહની સાળી એટલે કે અનિશા પાદુકોણે ગોલ્ફમાં ભારતનું નામ રોશન કર્યું છે. (PIC- anishapadukone_Instagram)
Deepika Padukone sister: ધનિક પરિવારમાં જન્મ લીધા બાદ પણ અનિશાને સિંપલ લાઈફસ્ટાઈલ અને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે. અનિશા સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી નથી, તેમના ગણતરીના ફોટોઝ લોકોની સામે આવે છે.
નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને તેની બહેન અનિશા પાદુકોણનું બોન્ડિંગ ખૂબ જ સારું રહે છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ વાયરલ થતા રહે છે. અનિશાના જન્મદિવસ પર દીપિકા પાદુકોણે ખૂબ જ સારી પોસ્ટ શેર કરીને તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. દીપિકા પાદુકોણ અને અનિશા પાદુકોણ (anisha padukone) અનેક વાર એકસાથે જોવા મળે છે, અનિશા રિઅલ લાઈફમાં શું કરે છે, તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણનું નામ લેવામાં આવે છે અને પોતાના કામને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. લાઈમલાઈટમાં રહેવા માટે દીપિકાએ કંઈ અલગ કરવાની જરૂર નથી, તે પોતાના કામને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. દીપિકા પાદુકોણના ફોટોઝ અને તેની ફિલ્મોનો જાદુ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. પર્સનલ લાઈફને કારણે પણ દીપિકા પાદુકોણ હંમેશા ચર્ચામાં રહે છે.
(ફોટો ક્રેડિટ્સ: Instagram @anishapadukone)
અનિશા પાદુકોણનો વ્યવસાય
દીપિકા અને અનિશા વચ્ચે બોન્ડિંગ સારું છે અને તે બંને વચ્ચે 5 વર્ષનું અંતર છે. આ બંને બહેનોનું બાળપણ બેંગ્લોરમાં પસાર થયું છે. અનિશાના ભણતરની વાત કરવામાં આવે તો તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી ડિગ્રી મેળવી છે અને જીવનમાં આગળ વધવા માટે પિતાની જેમ સ્પોર્ટ્સની પસંદગી કરી છે. દીપિકા અને અનિશાના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટનના ખેલાડી રહી ચૂક્યા છે. દીપિકાની જેમ અનિશા પણ તેના પિતાને આદર્શ માને છે, આ કારણોસર અનિશા એક સફળ ગોલ્ફ પ્લેયર છે.
ધનિક પરિવારમાં જન્મ લીધા બાદ પણ અનિશાને સિંપલ લાઈફસ્ટાઈલ અને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે. અનિશા સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી નથી, તેમના ગણતરીના ફોટોઝ લોકોની સામે આવે છે. ગ્લેમરના મામલે દીપિકા પાદુકોણ સુપરસ્ટાર છે અને અનિશાને સાદું જીવન જીવવું પસંદ છે.
અનિશાએ દેશને ગૌરવ અપાવ્યું
રણવીર સિંહની સાળી એટલે કે અનિશા પાદુકોણે ગોલ્ફમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેણે અનેક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને પ્રેઝન્ટ કર્યું છે અને દેશનું ગૌરવ વધાર્યું છે. કહેવામાં આવે છે કે, અનિશા 12 વર્ષની હતી, ત્યારથી જ ગોલ્ફ રમી રહી છે. અનિશા બાળપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવે છે. ગોલ્ફની સાથે સાથે ક્રિકેટ, ટેનિસ, બેડમિંટન અને હોકી જેવી રમતમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર