Home /News /entertainment /દીપિકા પાદુકોણનો અત્યાર સુધીનો સૌથી HOT અવતાર, મોનોકિનીમાં સિઝલિંગ લુક જોઇને થઇ જશો પાણી-પાણી
દીપિકા પાદુકોણનો અત્યાર સુધીનો સૌથી HOT અવતાર, મોનોકિનીમાં સિઝલિંગ લુક જોઇને થઇ જશો પાણી-પાણી
શાહરૂખ ખાને પોતાના સોશિયલ એકાઉન્ટ પર દીપિકા પાદુકોણનું પોસ્ટર શેર કર્યું
આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો લુક પણ એકદમ હટકે હશે. રિલીઝ થયેલા નવા પોસ્ટરમાં દીપિકા ગોલ્ડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.
શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાણ'ના (Pathaan)પ્રમોશનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મેકર્સે ફિલ્મને લઈને મોટા પાયે પ્લાનિંગ કર્યું છે જેથી ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી દર્શકોમાં ભારે ઉત્સાહ છવાઈ જાય. પોસ્ટર, ટીઝર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે.
શાહરૂખ ખાને પોતાના સોશિયલ એકાઉન્ટ પર દીપિકા પાદુકોણનું પોસ્ટર શેર કર્યું છે. જે મુજબ, 'પઠાણ'નું પહેલું સોન્ગ 'બેશરમ રંગ' (Besharam Rang) 12 ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે.
આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો લુક પણ એકદમ હટકે હશે. રિલીઝ થયેલા નવા પોસ્ટરમાં દીપિકા ગોલ્ડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો કિલર લુક ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ સોન્ગ રિલીઝ થતાની સાથે જ ચાર્ટબસ્ટર્સમાં સ્થાન મેળવી લેશે.
પહેલી ઝલકમાં દીપિકા ગોલ્ડન મોનોકિનીમાં હોટ અવતારમાં જોવા મળી રહી છે. દીપિકાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપિકાના આ લુકને ફેન્સ કોમેન્ટ કરીને સેલિબ્રેટ કરી રહ્યા છે. લાંબા સમય બાદ દીપિકા મોટા પડદા પર ગ્લેમ અવતારમાં જોવા મળશે. દીપિકાની છેલ્લી થિયેટર રિલીઝ 83 હતી, જેમાં તેણે કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ગહેરાઇયાંમાં જોવા મળી હતી, જે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી.
પોસ્ટર શેર કરતા શાહરૂખે લખ્યું, "બેશરમ રંગનો સમય આવી ગયો છે... ગીત 12મી ડિસેમ્બરે સવારે 11.00 વાગ્યે રિલીઝ થઈ રહ્યું છે." તેણે એમ પણ લખ્યું, "YRFના 50 વર્ષ 'પઠાણ' દ્વારા નજીકના સિનેમા હોલમાં એન્જોય કરો. 'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પર પિક્ચરાઇઝ સોન્ગ 'કરંટ' હિટ થઈ રહ્યું છે. ખાસ કરીને દીપિકાએ આ સોન્ગ ફિલ્મ 'સર્કસ' માટે કર્યું છે. બીજી તરફ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી ફરી એકવાર ફિલ્મ 'પઠાણ' દ્વારા દર્શકોની સામે આવશે. આવી સ્થિતિમાં, ફેન્સ બંનેને એક સાથે જોવા માટે આતુર છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર