Home /News /entertainment /લગ્નના ચાર વર્ષ બાદ માતા બનશે દીપિકા પાદુકોણ! ઈચ્છે છે 3 બાળક, જાણો શું કહ્યું હતું એક્ટ્રેસે

લગ્નના ચાર વર્ષ બાદ માતા બનશે દીપિકા પાદુકોણ! ઈચ્છે છે 3 બાળક, જાણો શું કહ્યું હતું એક્ટ્રેસે

દીપિકા પાદુકોણ!

Deepika Padukon: દીપિકા પાદુકોણના લગ્નને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દીપિકા અને રણવીર સિંહની જોડી પણ ચાહકોને પસંદ આવી રહી છે. હવે આ વર્ષે દીપિકા પાદુકોણના ઘરે નાના મહેમાન પણ આવી શકે છે. આ વાત ખુદ દીપિકા પાદુકોણ કહી રહી છે. હકીકતમાં, વર્ષ 2013માં આપેલા એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ આગામી 10 વર્ષનો પોતાનો પ્લાન જણાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેને આગામી 10 વર્ષમાં એક સુંદર પરિવાર જોઈએ છે અને 3 બાળકો પણ જોઈએ છે.

વધુ જુઓ ...
    દીપિકા છેલ્લા 16 વર્ષથી બૉલીવુડમાં ખુબ સારું કામ કરી રહી છે. દીપિકાએ અમિતાભથી લઇ શાહરુખ સુધી આમ બધા મોટા એક્ટર્સ સાથે કામ કર્યું છે. દીપિકા પાદુકોણ માટે વર્ષ 2023 ખુબ ખાસ હોઈ શકે છે. જો દીપિકા પોતાના 10 વર્ષ પહેલા બનાવેલ પ્લાન મુજબ ચાલી રહી છે તો આ વર્ષે દીપિકાના ઘરમાં નાના બાળકનું આગમન થઇ શકે છે. દીપિકાએ 10 વર્ષ પહેલા 2023માં રાજીવ મસંદને આપેલ ઇન્ટરવ્યૂમાં 10 વર્ષનો પ્લાન જણાવ્યો હતો.

    જેમાં દીપિકાએ બાળકો સાથે હસતો-રમતો પરિવાર હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વર્ષ 2013માં રાજીવ મસંદના કાર્યક્રમ રાઉન્ડટેબલમાં પહોંચેલી દીપિકા પાદુકોણને જ્યારે રાજીવે પૂછ્યું કે આગામી 10 વર્ષ માટે તમારો શું પ્લાન છે.

    " isDesktop="true" id="1324031" >

    આના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે, 'જો મેં અભિનયની દુનિયામાં પ્રવેશ ન કર્યો હોત તો મને ખબર નથી કે હું શું કરી રહી હોત. પરંતુ આશા છે કે 10 વર્ષમાં મારા બાળકો હશે, જેમને હું શૂટ પર લઇ જઈશ. મારો એક નાનો હસતો પરિવાર હશે. આ સાથે અભિનયનું કામ પણ ચાલુ રાખીશ.

    આ પણ વાંચો: Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર


     

    લગ્નના 4 વર્ષ

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને 4 વર્ષ પૂર્ણ થયા છે. બંનેએ 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ દીપિકા અને રણવીર સિંહના ફેન્સ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ અને આલિયા ભટ્ટનો પતિ રણબીર કપૂર પણ આ વર્ષે પિતા બન્યો છે. બીજી તરફ, જો દીપિકા પણ તેના પ્લાન પ્રમાણે ચાલે છે તો આ વર્ષે ચાહકોને સારા સમાચાર મળી શકે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. બંનેની જોડી પર ચાહકોનો પ્રેમ ભરપૂર છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Bollywood Latest News, Deepika Padukone, Ranveer Singh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन