Home /News /entertainment /Time100 Impact Awards માં દીપિકા પાદુકોણનો 'પોલારોઇડ ફોટોડમ્પ', તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે દીપિકા
Time100 Impact Awards માં દીપિકા પાદુકોણનો 'પોલારોઇડ ફોટોડમ્પ', તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે દીપિકા
દીપિકા પાદુકોણ
TIME100 ઇમ્પેક્ટ એવોર્ડ્સ (Time100 Impact Awards) ઇવેન્ટ માટે તૈયાર થયેલી દીપિકા પાદુકોણ (Deepika padukon) ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેના મેકઅપ, જ્વેલરી અને હેર સાથે સાડીએ તેની સુંદરતા નિખારી હતી
દીપિકા પાદુકોણ (Deepika padukon) અત્યારે ફિલ્મ જગતની ટોચની એક્ટ્રેસ પૈકીની એક છે. તેણે તેની મહેનત અને કલાથી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તે અત્યારે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવે છે. ત્યારે દીપિકાને સિનેમામાં તેના યોગદાન અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરવા બદલ તાજેતરમાં જ TIME100 ઇમ્પેક્ટ એવોર્ડ્સ (Time100 Impact Awards) સમારંભ ખાતે સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ (Ranveer singh) પણ જોડાયો હતો.
28 માર્ચે દુબઈમાં યોજાયેલી આ ઇવેન્ટની તસવીરો શેર કરતા દીપિકાએ લખ્યું હતું કે, પોલારોઇડ Photodump...@time #Time100ImpactAward. દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરેલા અલગ અલગ ફોટાઝમાં આ ઇવેન્ટ માટે તૈયાર થવાથી માંડીને તેના હાથમાં ટ્રોફી પકડવા સુધીની ઝલક આપી છે.
આ ઇવેન્ટ માટે દીપિકાએ આ પોસ્ટ શેર કર્યા પછી તરત જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ તેને વધુ એક સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
TIME100 ઇમ્પેક્ટ એવોર્ડ્સ ઇવેન્ટ માટે તૈયાર થયેલી દીપિકા ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેના મેકઅપ, જ્વેલરી અને હેર સાથે સાડીએ તેની સુંદરતા નિખારી હતી
કોને અપાય છે TIME100 ઇમ્પેક્ટ એવોર્ડ્સ?
દુનિયા માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા પ્રયાસો કરનાર વિશ્વની ખાસ 100 હસ્તીઓને TIME100 ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. દીપિકા લાઇવલોવ લોગ ફાઉન્ડેશન ચલાવે છે. આ સંસ્થા માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષને ઘટાડવા તરફ કામ કરે છે. જેથી દીપિકાને પણ સન્માન મળ્યું છે.
દીપિકા શાહરુખ, અમિતાભ અને હ્રિતિક સહિતના સ્ટાર્સ સાથે આ ફિલ્મોમાં દેખાશે
ઉલ્લેખનીય છે કે, દીપિકા શાહરૂખ ખાન સાથેની પોતાની આગામી ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થનારી આ જાસૂસ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરે ચાહકોમાં ઘણી હાઇપ બનાવી છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઉપરાંત દીપિકા પાસે હૃતિક રોશન અને અમિતાભ બચ્ચન સાથેની ફાઇટર ફિલ્મ પણ છે. આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ધ ઇન્ટર્નની ઓફિશિયલ હિન્દી રિમેક હોવાનું જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર