દીપિકાએ COVIDને આપી મ્હાત, નેગેટિવ થયા બાદ પહેલી વખત પતિ રણવીર સાથે આવી નજર

મુંબઇ એરપોર્ટ પર દીપિકા પાદુકોણ- રણવીર સિંહ (PHOTO: Instagram/@viralbhaiyani)

કોરોનાને માત આપ્યા બાદ પહેલી વખત દીપિકા પાદુકોણ (Deepika Padukone) પતિ રણવીર સિંહ (Ranveer Singh)ની સાથે મુંબઇમાં સ્પોટ થઇ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન દીપિકા અને રણવીર સિંહ ટ્વિનિંગ કરતાં નજર આવ્યાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોનાની બીજી લહેરની ચપેટમાં ઘણાં લોકો આવી ગયા છે. જેમાં રણબીર કપૂર અને આલિયાભટ્ટથી માડી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને તેનો પરિવાર પણ શામેલ છે. દીપિકા પાદુકોણ અને તેનો પરિવાર મે મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમિત (Deepika Padukone Covid) થયો હતો.

  એક્ટ્રેસ તેનાં પેરેન્ટ્સની સાથે બેંગલુરુ સ્થિત ઘરમાં હતી. કોરોનાને માત આપ્યા બાદ હાલમાં પહેલી વખત દીપિકા પાદુકોણ પતિ રણવીર લિંહ (Ranveer Singh)ની સાથે મુંબઇમાં સ્પોટ થયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  આ પણ વાંચો- સની લિયોનીની ZIP બંધ કરવામાં લાગ્યાં 3-3 લોકો, લોકડાઉનમાં વધી ગયુ વજન

  આ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ટ્વિનિંગ કર્યું હતું. બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યું હતું. જ્યાં દીપિકા બ્લેક ઓવરસાઇઝ હૂડી અને બ્લૂ પેન્ટમાં નજર આ્યો હતો તો રણવીર સિંહ ઓલ બ્લેક લૂકમાં નજર આવ્યો હતો. આ દરમિયાન બંને હાથમાં હાથ નાખેલાં નજર આવ્યાં હતાં. તેઓ કોરોના પ્રોટોકોલ્સનું ખાસ ધ્યાન રાખી રહ્યાં હતાં. તેમને માસ્ક પહેરેલું હતું અને અન્યોથી દૂરી બનાવેલી હતી. બંનેનો વીડિયો ફેન્સને ગમી રહ્યો છે. લાંબા સમય બાદ તેમનાં પસંદીદા કપલને સાથે જોઇને ફેન્સ પણ ખુશ છે.
  વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર અને દીપિકા એક સાથે કપિલ દેવની બાયોપિક '83'માં નજર આવશે. ફિલ્મ 1983માં વર્લ્ડકપ પર આધારિત છે. જેમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટર ટીમનાં પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી દેવનાં કિરદારમાં નજર આવશે.

  આ ઉપરાંત રણવીર સિંહ, રોહિત શેટ્ટીની કોમેડી ડ્રામા 'સર્કસ'માં નજર આવશે. જેમાં તેની ઓપોઝિટ જેક્લીન ફર્નાન્ડિઝ નજર આવશે. આ ઉપરાંત સૂર્યવંશીમાં રણવીર અક્ષય કુમાર અને અજય દેવગણની સાથે નજર આવશે. જ્યારે દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમની સાથે 'પઠાણ'માં લિડ રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ચતુર્વેદી પણ અહમ રોલમાં છે.
  Published by:Margi Pandya
  First published: