દીપિકાએ શેર કરી રણથંભૌર ટ્રિપની તસવીરો, આ અંદાજમાં આવી નજર

દીપિકાએ શેર કરી રણથંભૌર ટ્રિપની તસવીરો, આ અંદાજમાં આવી નજર
(photo credit: instagram/@deepikapadukone)

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ની જેમ જ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ પણ તેમનાં ન્યૂયર સેલિબ્રેશન માટે રણથંભૌર પહોચ્યા હતાં. જ્યાંથી હવે દીપિકાની તસવીર વાયરલ થઇ રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દુનિયાભરે શુક્રવારે નવ વર્ષની સાથે શરૂઆત કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ ધામધૂમથી નવાં વર્ષનું સ્વાગત કર્યું છે. કેટલાંક સેલિબ્રિટીઝે તેમનાં ઘરે જ નવું વર્ષ ઉજવ્યું તો કેટલાંક અલગ અલગ જગ્યાએ ફરવા ગયા. એમ જ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) પણ ફરવા ગયાં. આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ની જેમ જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ તેમનાં નવાં વર્ષની ઉજવણી માટે રણથંભૌર પહોચ્યા હતાં., જ્યાંથી હવે દીપિકા પાદુકોણની તસવીર વાયરલ થઇ રહી છે.

  હાલમાં જ તેની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવ્યાં બાદ દીપિકા પાદુકોણે તેની એક તસવીર શેર કરી છે. જે ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફોટોમાં દીપિકા પ્લેડ કોટમાં પાર્કમાં ફરતી નજર આવે ચે. ફોટોમાં રણથંભૌર નેશનલ પાર્કની સુંદરતા નજરે આવી રહી છે. જંગલની વચ્ચે દીપિકાઆ ફોટોમાં કેમેરાની જગ્યાએ નેશનલ પાર્કની સુંદરતા નિહાળતી નજર આવી રહી છે.
  ફોટો શેર કરતાં દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'એક કોમ્પ્લિટમેન્ટ મને હમેશાં પરિવાર અને મિત્રોથી મળે છે. અને તે છે કે, મે જે પણ હાંસેલ કર્યું છે તે તમામ પ્રોફેશનલી હાંસેલ કર્યું હતું. કંઇપણ મેળવવાં માટે વ્યક્તિગત રીતે મે મારી જાતને જરાં પણ બદલી નથી. કદાચ તેમને નથી ખબર કે તેમાં તેમનો કેટલો મોટો રોલ છે. પણ મારા માટે મારા પરિવાર અને મિત્રો માટે સમય વિતાવવો ખુબજ જરૂરી છે. આ મને મૂળથી જોડી રાખે છે. જે મને યાદ અપાવે છે કે હું કોણ છું.'
  Published by:Margi Pandya
  First published:January 04, 2021, 10:43 am