સોશિયલ મીડિયા પરથી તમામ પોસ્ટ ડિલીટ કર્યા બાદ દીપિકાએ 2021નાં પહેલાં દિવસે શેર કરી ઓડિયો ડાયરી

દીપિકા પાદુકોણે વર્ષનાં પહેલાં દિવસે શેર કરી ઓડિયો ડાયરી

1 જાન્યુઆરી 2021નાં દીપિકા (Deepika Padukone)એ એક ઓડિયો ક્લિક (Audio Clip) સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી વાપસી કરી છે. દીપિકાની આ ઓડિયો ક્લિપમનું નામ માય ઓડિયો ડાયરી (My Audio Diary) છે. આ ક્લિપ આ ઓડિયો ડાયરીનાં પહેલો ભાગ છે. જેમાં દીપિકાએ તેનાં ચાહકોને નવ વર્ષનાં વધામણાં આપ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ 31 ડિસેમ્બરનાં તેનાં ફેન્સને ત્યારે આશ્ચર્યમાં મુકી દીધા જ્યારે તેણે તેનાં સોશિયલ મીડિયા (Social Media) પરથી તેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર દીપિકા ઘણી એક્ટિવ રહે છે. અને તેની અંગત જીવન અને વ્યાવસાયિક જીવનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પણ તેણે 31 ડિસેમ્બરની રાત્રે સોશિયલ મીડિયા પરથી તેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને લોકો ચોકી ગયા હતાં. કોઇને અંદાજ પણ નથી કે દીપિકાએ આવું કેમ કર્યું છે.

  1 જાન્યુઆરી 2021નાં દીપિકાએ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી ફરીથી પરત લીધી. દીપિકાએ આ ઓડિયો ક્લિપનું નામ માય ઓડિયો ડાયરી રાખ્યું છે. આ ક્લિપ ઓડિયો ડાયરનો પહેલો ભાગ છે જેમાં દીપિકા તેનાં ચાહકોને નવ વર્ષની વધામણી આપે છે. દીપિકાએ આ ઓડિયો ક્લિપમાં કહ્યું કે, 'હાય એવ્રીવન, મારી ઓડિયો ડાયરીમાં આપનું સ્વાગત છે. આ મારા વિચારો અને ભાવનાઓનું એક રેકોર્ડ છે. આપ સૌ આ વાતથી સહમત હશો કે, 2020 દરેક માટે અનિશ્ચિતતાઓથી ભરેલું હતું. પણ મારા માટે આ વર્ષ કૃતજ્ઞતાથી ભરેલું હતું. 2021 માટે હું મારા અને આપ સૌની માટે સારા સ્વાસ્થ્ય અને મનની શાંતિની કામના કરુ છું. નવ વર્ષની વધામણી.'
  જ્યારે દીપિકાએ તમામ પોસ્ટ ડિલીટ થઇ હતી તો લોકોને લાગ્યું હતું કે, બની શકે કે તેનું અકાઉન્ટ હેક થઇ ગયું હોય. પણ આજે જ્યારે દીપિકાએ આ ઓડિયો ડાયરી પોસ્ટ કરી તો લોકોને અંદાજો લાગ્યો છે કે, આ દીપિકાની તરફથી જ કોઇ નવી સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી છે. જેમાં તે ઓડિયો જ શએર કરશે. સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની જેટલી મોટી ફેન ફોલોઇંગ છે તેમાં આ જોવાનું રહેશે કે, તેની સ્ટ્રેટેજીનાં કારણે તેનાં ફોલોઅર્સમાં કોઇ કમી આવે છે કે નહીં.

  કામની વાત કરીએ તો, માનવામાં આવે છે કે, દીપિકા સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે એક ફિલ્મમાં નજર આવશે. આ ઉપરાંત એવાં પણ સમાચાર છે કે, તે શાહરૂખ ખાનની સાથે 'પઠાણ' ફિલ્મમાં નજર આવશે. એટુલં જ નહીં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ '83'માં નજર આવશે. જે રિલીઝ માટે તૈયાર છે.
  Published by:Margi Pandya
  First published: