'છપાક'નું ટ્રેલર કાલે થશે રિલીઝ, દીપિકાએ શેર કરી તેની એક ઝલક

News18 Gujarati
Updated: December 9, 2019, 3:34 PM IST
'છપાક'નું ટ્રેલર કાલે થશે રિલીઝ, દીપિકાએ શેર કરી તેની એક ઝલક
ફિલ્મની વાર્તા એસિડ એટેકની પીડિતાનાં જીવન અને અસ્તિત્વ પર આધારિત છે.

આ ફિલ્મની એક ઝલક ડાયરેક્ટર મેઘના ગુલઝાર અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  • Share this:
મુંબઈ : દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ 'છપાક' (Chhapaak)એક એસિડ હુમલા (Acid attack) સર્વાઇવર પર આધારિત સાચ્ચી વાર્તા છે. આ ફિલ્મ પોતાની રિલીઝ પહેલા જ સમાચારમાં આવી ગઇ છે. દર્શકો માટે ફિલ્મનું ટ્રેલર 'વર્લ્ડ હ્યૂમન રાઇટ્સ ડે'નાં દિવસે (World Human Rights Day) એટલે આવતી કાલે 10 ડિસેમ્બરનાં રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા એસિડ એટેકની પીડિતાનાં જીવન અને અસ્તિત્વ પર આધારિત છે.

આ ફિલ્મની એક ઝલક ડાયરેક્ટર મેઘના ગુલઝાર અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આની સાથે તે પણ લખ્યું છે કે, આ ફિલ્મનું ટ્રેલર કાલે રીલીઝ થશે.

આ વીડિયો સાથે દીપિકા પાદુકોણે અન્ય બે તસવીરો પણ શેર કરી છે. એટલું જ નહીં, તેમણે કાળી સ્પેસ બતાવીને લખ્યું છે કે, A moment is all it took... Trailer out tomorrow.Keep watching this space... #Chhapaak
મેઘના ગુલઝાર ફિલ્મોમાં પોતાનાં બોલ્ડ વિકલ્પો માટે ઓળખાય છે. એટલું જ નહીં, અસલી પંચની સાથે એક પ્રભાવશાળી કોન્સેપ્ટ રજૂ કરવામાં તે દર્શકોને ક્યારેય નિરાશ નથી કરતી. તેમની આગામી ફિલ્મ છપ્પાક આ વાતનું જીવંત ઉદાહરણ છે.

આ પણ વાંચો : Star Screen Awards 2019 : તસવીરોમાં જોઇલો સેલેબ્સનાં નખરાળા અંદાજ

આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર હિન્દી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ જોવા મળશે. આ પહેલા વિક્રાંત મૈસી ફિલ્મ 'લિપ્સ્ટિક અન્ડર માય બુરખા'માં જોવા મળ્યો હતો. આ સિવાય, મૈસીએ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર સાથે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની ઉંમરમાં કેન્સરની બીમારીથી મોત
First published: December 9, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading