એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) પેજથી તમામ પોસ્ટ ડિલીટ કરીને સૌ કોઇને ચૌકાવી દીધા હતાં. એક્ટ્રેસે અચાનક જ તેનાં તમામ ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા હતા. તો ન્યૂ યરનાં સમયે તેણે એક ઓડિયો શેર કરી તેનાં ફેન્સને ખાસ મેસેજ આપ્યો હતો અને નવ વર્ષની વધામણીઓ આપી હતી. ઇન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલીટ કર્યા બાદ હવે દીપિકા પાદુકોણે (Deepika Padukone)એ પહેલી તસવીર શેર કરી છે. દીપિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો શેર કરી છે. જેની સાથે તેણે તેનાં ફેન્સને એક ખાસ સવાલ કર્યો છે.

(Deepika Padukone Instagram)
દીપિકા પાદુકોણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનાં જમવાની થાળીનો ફોટો શેર કર્યો છે. થાળીમાં દાળ-ભાત અને શાકની સાથે ફ્રાયમ્સ છે. ફોટો શેર કરતાં દીપિકાએ તેનાં ફેન્સને સવાલ કર્યો છે. 'કોને કોને તેમનાં ભોજનમાં સાથે ફ્રાયમ્સ પસંદ છે.' આપને જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણનાં 52.6 મિલિયન ફોલોઅર્સ છે. એવામાં અચાનક જ તેણે તેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ત્યારે સૌ કોઇને સવાલ થયો હતો કે આખરે તે શું કારણ હતું કે, દીપિકાએ આમ કર્યું હશે.
આપને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ હાલમાં તેનાં પતિ રણવીર સિંહ સાથે રાજસ્થાનનાં રણથંભૌરમાં નવું વર્ષ ઉજવીને પરત આવી છે. ન્યૂયર સમયે દીપિકાએ એક ઓડિયો શેર કર્યો હતો અને તેનાં ફેન્સને નવ વર્ષનાં વધામણાં આપ્યાં હતાં. આ ઓડિયોમાં દીપિકા કહે છે કે, 'હેલો મિત્રો, આપ સૌનું મારી ઓડિયો ડાયરીમાં સ્વાગત છે. આ મારા ખ્યાલો અને ભાવનાઓની એક રેકોર્ડ છે આપ સૌ આ વાતથી સહમત હશો કે 2020 સૌ કોઇ માટે અનિશ્ચિતતાથી ભરેલું હતું. પણ મારા માટે આ વર્ષ કૃતજ્ઞતાથી ભરેલું હતું. 2021 માટે પોતાનાં માટે આપ સૌ માટે સારા સ્વાસ્થ્ય અને મનની શાંતિની કામના કરું છું. નવા વર્ષની વધામણી.'
Published by:Margi Pandya
First published:January 03, 2021, 11:30 am