Home /News /entertainment /દીપિકા પાદુકોણને ફરી હોસ્પિટલમાં ભરતી કરાવી, શ્વાસ લેવામાં અભિનેત્રીને થતી હતી તકલીફ

દીપિકા પાદુકોણને ફરી હોસ્પિટલમાં ભરતી કરાવી, શ્વાસ લેવામાં અભિનેત્રીને થતી હતી તકલીફ

દીપિકા પાદુકોણને આ કારણે હોસ્પિટલમાં ભરતી કરાવી

દીપિકા પાદુકોણને બેચેનીની ફરિયાદ કરી હતી. અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી.જો કે, દીપિકા પાદુકોણને હવે સારુ છે.

    બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં અભિનેત્રીએ કેટલાય ટેસ્ટ પણ કરાવ્યા હતા. જેમાં તેનો અડધો દિવસ પસાર થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે, હજૂ સુધી અભિનેત્રી અથવા તેની ટીમ તરફથી કોઈ કંફર્મેશન આપવામાં આવ્યું નથી.

    એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એક્ટ્રેસે બેચેનીની ફરિયાદ કરી હતી. અભિનેત્રી ગભરામણ જેવી સ્થિતિનો અનુભવ થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. જો કે, દીપિકા હવે સારુ ફીલ કરી રહી છે. અમે અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે અપડેટ મેળવવા માટે એન્ટરટેનમેંટ પોર્ટલે દીપિકાની ટીમ સાથે સંપર્ક કર્યો હતો, પણ અમને કોઈ પ્રતિક્રિયા નથી મળી.

    આ અગાઉ થોડા મહિના પહેલા પણ દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. કથિત રીતે દીપિકાને હાર્ટ રેટ વધ્યા બાદ બેચેની અનુભવાઈ રહી હતી, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે આ દરમિયાન સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે પ્રોજેક્ટનું શૂટીંગ કરી રહી હતી. અભિનેત્રીને અડધા દિવસ માટે કામિનેની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ભરતી કરાવામાં આવી હતી.





    જો કે, દીપિકા સારવાર બાદ તુરંત અમિતાભ બચ્ચનના શૂટીંગ માટે સેટ પર પાછી ફરી હતી. ફિલ્મ 'પ્રોજેક્ટ કે' પ્રભાસ સાથે દીપિકાની પ્રથમ ફિલ્મ છે. તેમાં અમિતાભ બચ્ચન પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. આ વર્ષની શરુઆતમાં ગુરુ પૂર્ણિમાના દિવસે અમિતાભ બચ્ચને પ્રભાસ સ્ટારર ફિલ્મ માટે શરુઆતી શોટ આપ્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Deepika padukon, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन