Bollywood Interesting Story : દીપિકા પાદુકોણે વર્ષો પછી રહસ્ય ખોલ્યું, શા માટે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી
Bollywood Interesting Story : દીપિકા પાદુકોણે વર્ષો પછી રહસ્ય ખોલ્યું, શા માટે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી
દીપિકા પાદુકોણ અને સલમાન ખાન
bollywood Interesting story : શું તમે જાણો છો કે બોલિવૂડમાં પહેલી ઓફર દીપિકા પાદુકોણ (Deepika Padukone) સલમાન ખાને (Salman Khan) આપી હતી, જે તેણે ફગાવી દીધી હતી. હવે તેણે પોતે જ આ મામલે ખુલાસો કર્યો છે.
Bollywood Interesting Story : દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે અલગ-અલગ પાત્રો દ્વારા લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2005માં, તે પહેલીવાર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ના મ્યુઝિક વીડિયો 'નામ હૈ તેરા'માં જોવા મળી હતી. આ મ્યુઝિક વિડીયો પછી, તેણીએ બોલીવુડમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2007માં શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' (Om Shanti Om) માં જોવા મળી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં પહેલી ઓફર દીપિકાને સલમાન ખાને (Salman Khan) આપી હતી, જે તેણે ફગાવી દીધી હતી. હવે તેણે પોતે જ આ મામલે ખુલાસો કર્યો છે.
દીપિકા પાદુકોણે જાહેર કર્યું વર્ષો જૂનું રહસ્ય
દીપિકા પાદુકોણે પોતે વર્ષો પછી આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે શું કારણ હતું કે તેને સલમાન ખાનને ફિલ્મ માટે ના કહેવી પડી હતી.
તેની ક્ષમતા જોઈને જ્યારે સલમાને દીપિકાનું નામ પસંદ કર્યું હતુ
દીપિકાએ કહ્યું, 'મારી અને સલમાન ખાનની ઈક્વેશન હંમેશા સુંદર રહી છે. હું હંમેશા તેમની આભારી રહીશ કારણ કે તેમણે જ મને મારી પ્રથમ ફિલ્મ ઓફર કરી હતી. મેં તે સમયે મોડલિંગ શરૂ કર્યું હતું અને મારી સાથે કામ કરનાર કોઈએ તેમને મારું નામ સૂચવ્યું. તેમણે મારામાં ક્ષમતા ત્યારે જોઈ, જ્યારે હું પોતે પણ તેના વિશે જાણતી ન હતી.
એટલા માટે દીપિકાએ સલમાનને ના પાડી
દીપિકાએ કહ્યું કે તે સમયે તેને અભિનય અને ફિલ્મોમાં રસ નહોતો અને તે એક્ટિંગ જ કરવા માંગતી નહોતી તેથી મેં સલમાનની ફિલ્મ માટે ના કહી દીધી. જોકે, બે વર્ષ પછી મને 'ઓમ શાંતિ ઓમ' મળી અને ત્યાં સુધીમાં મારું મન બદલાઈ ગયું હતું અને મેં ફિલ્મ માટે હા પાડી.
દીપિકાને આશા છે કે, એક દિવસ તે સલમાન સાથે ચોક્કસપણે કામ કરશે
દીપિકાને આશા છે કે, એક દિવસ તે સલમાન ખાન સાથે ચોક્કસપણે કામ કરશે. દીપિકા અને સલમાનને એક પ્રોજેક્ટમાં સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જો કે, હજુ સુધી આવુ બન્યું નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર