Home /News /entertainment /The Kapil Sharma Show: દીપિકા પાદુકોણને જોઇને કપિલ શર્મા ભૂલ્યો સવાલ, કરવા લાગ્યો પ્રેમ ભરી વાત

The Kapil Sharma Show: દીપિકા પાદુકોણને જોઇને કપિલ શર્મા ભૂલ્યો સવાલ, કરવા લાગ્યો પ્રેમ ભરી વાત

કપિલ શર્માના શો (The Kapil Sharma Show) માં દીપિકા (Deepika Padukone) જેટલી વાર પણ ફિલ્મનાં પ્રમોશન માટે આવી છે, તેટલી વાર કપિલ શર્મા પોતાના પ્રેમનો એકરાર કરતા થાક્યો નથી (તસવીર - કપિલ શર્મા ઇંસ્ટાગ્રામ)

Deepika Padukone reached The Kapil Sharma Show - ફિલ્મ ‘ગહેરાઇયાં’નું (Gehraiyaan) પ્રમોશન કરવા માટે દીપિકા પાદુકોણ કપિલના કોમેડી શોમાં પહોંચી ત્યારે કપિલનાં હાવભાવ બદલાઇ ગયા

મુંબઈ : કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) વારંવાર પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ માં દીપિકા પાદુકોણની વાત કરતો રહે છે. દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડતા આ શોમાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સ પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવતા હોય છે. કપિલના આ કોમેડી શોની ઘણી એક્સટ્રેસ પણ પ્રશંસક છે, ત્યારે દીપિકાના આવવાથી કપિલની હાલત શું થાય છે, તે દર્શકોએ ઘણા શોમાં પણ જોયું છે. કપિલ શર્માના શો (The Kapil Sharma Show) માં દીપિકા (Deepika Padukone) જેટલી વાર પણ ફિલ્મનાં પ્રમોશન માટે આવી છે, તેટલી વાર કપિલ શર્મા પોતાના પ્રેમનો એકરાર કરતા થાક્યો નથી.

આવી જ પરિસ્થિતિ ફરી કપિલ શર્માના સેટ પર ઉભી થઇ હતી. ફિલ્મ ‘ગહેરાઇયાં’નું (Gehraiyaan) પ્રમોશન કરવા માટે દીપિકા પાદુકોણ કપિલના કોમેડી શોમાં પહોંચી હતી, ત્યારે કપિલનાં હાવભાવ બદલાઇ ગયા હતા. જેનો શો ના મેકર્સે એક પ્રોમો વીડીયો શેર કર્યો છે, એકસ્ટ્રેસ શો ની સ્ટાર કાસ્ટ ડાયરેક્ટર શકુન બત્રા સાથે નજર આવી રહી છે.

આ પણ વાંચો - Bollywood News : ઋત્વિક રોશન સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ? જાણો તેના વિશે

ગહેરાઇયાં ફિલ્મની ટીમ પ્રમોશન માટે પહોંચી

શો ના મેકર્સે શેર કરેલાં વીડિયોમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કરવા અને અનન્યા પાંડે શોમાં પહોંચ્યાં હોવાનું જોવા મળે છે. વીડિયોમાં સૌથી વધુ દીપિકા અને કપિલની વચ્ચેની કેમિસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. કપિલ શર્મા દીપિકા માટે એક ગીત પણ ગાતો જોવા મળ્યો છે, હમે તુમસે પ્યાર કિતના….. સોન્ગ ગાઇ રહેલ કપિલ જાણે પોતાના પ્રેમનો ઇજહાર કરતાં હોય તેમ લાગી રહ્યું છે. દીપિકા પણ પણ તેની સાથે તાલ મલાવતી જોવા મળી રહી છે.
" isDesktop="true" id="1174860" >
કપિલ સાથે એક કોમેડી ફિલ્મ કરવાની દીપિકાની ઇચ્છા

કપિલ શર્મા દીપિકા પાદુકોણને પૂછે છે કે, તમને કોઈની સાથે કોમેડી ફિલ્મ કરવી પડે તો તમે કોની સાથે કરશો? જેના પર દીપિકા પાદુકોણ પોતાના જવાબમાં કહે છે, કે તમે એ ફિલ્મ ડાયરેક્ટ કરો, અને મારા કો એક્ટર પણ બનો, તમે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી શકો છો.

કપિલ શર્મા, દીપિકાનો આ જવાબ સાંભળીને ગદગદ થઈ જાય છે અને વાત-વાતમાં પોતાનો પ્રેમ જાહેર કરવા લાગે છે અને બોલે છે કે, હું દીપિકા માટે બધી જ મિલકત ખર્ચી નાંખીશ. આમ કપિલ શર્મા પોતાનો આગળનો સવાલ પણ ભૂલી જાય છે. આ પ્રોમો વીડિયો જોઇને લાગે છે કે, આગળનો શો ઘણો મજેદાર થવાનો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Deepika Padukone, Kapil Sharma, The kapil sharma show

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन