વેડિંગ પાર્ટીમાં ખૂબ મસ્તી કરતા નજર આવ્યાં રણવીર-દીપિકા, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: November 25, 2018, 9:27 PM IST
વેડિંગ પાર્ટીમાં ખૂબ મસ્તી કરતા નજર આવ્યાં રણવીર-દીપિકા, જુઓ વીડિયો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઇમાં 28 નવેમ્બરના રોજ તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન રાખ્યું છે. જ્યાં બોલિવૂડની તમામ સેલિબ્રિટીઝ જોવા મળશે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઇમાં 28 નવેમ્બરના રોજ તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન રાખ્યું છે. જ્યાં બોલિવૂડની તમામ સેલિબ્રિટીઝ જોવા મળશે.

  • Share this:
રણવીર સિંહ અને દીપિકા એક ખાસ રિસેપ્શન પાર્ટીમાં હાજર રહ્યાં હતા. આ ખાસ પાર્ટી રણવીર સિંહની બહેન ઋતિકા ભવનાનીએ પોતાના ભાઇ-ભાભી માટે મુંબઇમાં રાખી હતી. જ્યા મુંબઇમાં આલીશાન હયાત હોટલમાં વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ આ પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમા રણવીર સિંહ અને દીપિકા સાથે ડાન્સ કરતા નજર આવ્યાં હતા. જુઓ કેવી રીતે મનાવ્યો રણવીર-દીપિકાના લગ્નનો બીજો જશ્ન...

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે આ દંપતિ એકબીજા સાથે ડાન્સ અને મસ્તી કરતા નજર આવી રહ્યાં છે. રણવીર સિંહનો આ ખાસ લૂક સામે આવ્યો હતો. તો દીપિકા પણ ખુબ જ શાનદાર તૈયાર થઇ હતી.

 

આ પાર્ટીમાં જોવા મળ્યું કે માત્ર પરિવારના લોકો જ સમેલ છે. જ્યાં રણવીર દીપિકા એક સાથે એક ખાસ સમય ગાળતા જોવા મળ્યાં હતા. રણવીર દીપિકાના ડાન્સ પર, તમામ લોકો તેમના માટે તાળિયો પાડતા નજર આવ્યાં.
તો બીજી બાજુ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈમાં 28 નવેમ્બરના રોજ તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન રાખ્યું છે. જ્યાં બોલિવૂડની તમામ સેલિબ્રિટીઝ હાજર રહેશે.

 
First published: November 25, 2018
વધુ વાંચો
अगली ख़बर