Home /News /entertainment /VIRAL VIDEO: લંડનથી આવ્યા દીપિકા પાદુકોણ ગર્ભવતી હોવાનાં સમાચાર

VIRAL VIDEO: લંડનથી આવ્યા દીપિકા પાદુકોણ ગર્ભવતી હોવાનાં સમાચાર

તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે, દીપિકા તેની પ્રૅગ્નેન્સી' છુપાવી રહી છે. તો આવી ઘણાં કમૅન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે, દીપિકા તેની પ્રૅગ્નેન્સી' છુપાવી રહી છે. તો આવી ઘણાં કમૅન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સૌથી હોટ કપલ એટલે કે દીપિકા અને રણવીર અંગે હાલમાં એવી અફવા ચાલે છે કે, આ જોડી પેરેન્ટ્સ બનવાની છે. દીપિકા ગર્ભવતી છે. લંડનમાં લેવામાં આવેલી દીપિકા રણવીરની કેટલીક તસવીરો અને વીડિયોમાં ઘણી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા ગર્ભવતી છે. આ રિપોર્ટ્સ મુજબ દીપિકા હાલમાં ઢીલા કપડાં પહેરે છે તેથી તેનું બેબી બમ્પ ન દેખાય. જોકે આ વાતો હાલમાં અફવા હોય તેમ લાગે છે કારણ કે ન તો દીપિકા કે ન તો રણવીરે આ વાતનો ખુલાસો કર્યો છે.

દીપિકા છેલ્લા ઘણાં સમયથી ખુબજ અજીબો ગરીબ ઢીલા ઢીલા ડ્રેસ પહેરવાને કારણે ટ્રોલ થઇ રહી હતી. લોકોને નવાઇ લાગતી તહી કે હમેસાં સ્ટાઇલિશ અને ફિગર ડિફાઇનિંગ આઉટફિટ પહેરનારી દીપિકાને શું થઇ ગયુ છે કે તે આવા ઢીલા ઢીલા જ કપડાં પહેરે છે. તો તે હાલમાં જ લંડનમાં રણવીર સાથે નજર આવી હતી. જેમાં બંને હાથમાં હાથ પોરવીને જતા નજરે પડ્યાં હતાં. જેનાં વીડિયો અને તસવીરો આવતા જ ફરી એક વખત તેનાં ગર્ભવતી હોવાની વાતો સામે આવી રહી છે. દીપિકા આ વખતે નિયોન રંગનો ઢીલો ડ્રેસ પહેર્યો હતો.








View this post on Instagram





#deepikapadukone and #ranveersingh in London hand in hand ❤


A post shared by Viral Bhayani (@viralbhayani) on






ખલીજ ટાઇમ્સમાં આવેલાં અહેવાલ પ્રમાણે, સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવવા લાગી ગયા છે કે, દીપિકા પ્રૅગ્નેન્ટ છે. એક યૂઝરે લખ્યુ છે કે, 'દીપિકા આ રીતે પોતાને ઢાંકી રહી છે , શું તે બેબી બંપ છુપાવી રહી છે.'

આ પણ વાંચો-આ એક્ટરને જોઇને ડઘાઇ ગયા લોકો, બોલ્યા, આ શું થઇ ગયુ?

તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે, દીપિકા તેની પ્રૅગ્નેન્સી' છુપાવી રહી છે. તો આવી ઘણાં કમૅન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.








View this post on Instagram





#deepikapadukone off to London #airportdiaries #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






આપને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણની પ્રૅગ્નેન્સીની ખબર ત્યારે પણ ફેલાઇ હતી જ્યારે તેને પતિ રણવીર સિંહને તેનાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'હાય ડેડી' આ કમેન્ટની સાથે જ તેણે દિલ અને બાળકનું ઇમોજી પણ રાખ્યું હતું, આ કમેન્ટ્સ બાદ તમામ રણવીરનાં લાઇવ વીડિયોને છોડી દીપિકાની કમેન્ટ પર રિએક્શન આપતા નજર આવ્યાં હતાં. હવે જોવાનું એ રહેશે કે દીપિકાનાં ગર્ભવતી હોવાની વાત પર દીપિકા કે રણવીર કોઇનાં તરફથી રિએક્શન આવે છે કે નહીં.
First published:

Tags: Deepika Padukone, Pregnant, Ranveer Singh, લંડન, વાયરલ વીડિયો