દીપિકા પાદુકોણે પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમીને કેલરી બાળી, ફેન્સે કહ્યું- ‘બાયોપિકની થઈ રહી છે તૈયારી’

દીપિકા પાદુકોણે પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમી (Photo Credit: Instagram/@deepikapadukone)

થોડા દિવસો પહેલાં પીવી સિંધુ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે ડિનર લેતાં જોવા મળ્યા હતા. એકટર્સ સાથે સેલ્ફી શેર કરીને પીવી સિંધુએ લખ્યું હતું કે, ‘અમારા ચહેરાંની સ્માઈલ એ દર્શાવે છે કે અમે કેટલી મજા કરી હશે.’

 • Share this:
  દીપિકા પાદુકોણે (Deepika Padukone) ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુ (PV Sindhu) સાથે બેડમિન્ટન રમતી તસ્વીરો શેર કરી છે. અગાઉ પીવી સિંધુ, રણવીર અને દીપિકા સાથે ડિનર કરતી જોવા મળી હતી

  સૌન્દર્ય અને ફિટનેસની સામ્રાજ્ઞી દીપિકા પદુકોણને સ્પોર્ટ્સ પ્રત્યે કેટલો લગાવ છે તેના વિશે લગભગ બધાં જાણે છે. ફિટ રહેવા માટે તે વર્કઆઉટ ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ એટલો જ રસ લે છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન ચેમ્પિયન છે તો દીપિકા પોતે પણ એક સારી બેડમિન્ટન પ્લેયર છે. જોકે, હાલમાં તે ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુ સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં છે.

  તાજેતરમાં તે ઓલિમ્પિક મેડાલિસ્ટ સાથે બેડમિન્ટન રમતી જોવા મળી છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ‘બેડમિન્ટન ડે’ના ફોટોઝ શેર કર્યા છે અને લખ્યું છે કે, ‘મારી જિંદગીનો એક નિયમિત દિવસ. પીવી સિંધુ સાથે કેલરી બર્ન કરી રહી છું.’ સામે પીવી સિંધુએ જવાબ આપ્યો છે કે, ‘કેલેરી કાઉન્ટ સારો છે.’

  દીપિકાએ શેર કરેલા ફોટોઝમાં તે ઓલ બ્લેક આઉટફિટમાં દેખાય છે. ચાહકોને આ ફોટોઝ પસંદ આવ્યા છે અને તેમણે હાલ બોલિવુડમાં ચાલી રહેલા બાયોગ્રાફીના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતાં કમેન્ટ કરી છે કે, ‘બાયોપિકની તૈયારી થઈ રહી છે કે શું?’

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં પીવી સિંધુ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે ડિનર લેતાં જોવા મળ્યા હતા. એકટર્સ સાથે સેલ્ફી શેર કરીને પીવી સિંધુએ લખ્યું હતું કે, ‘અમારા ચહેરાંની સ્માઈલ એ દર્શાવે છે કે અમે કેટલી મજા કરી હશે.’

  વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ પાસે હાલ પ્રોજેક્ટ્સની ભરમાર છે. તે શાહરુખ ખાન સાથે ‘પઠાણ’ ફિલ્મમાં જોવા મળશે. તો અમિતાભ બચ્ચન સાથે તે ‘ઇન્ટર્ન’ નામની ફિલ્મ પણ કરી રહી છે, જે હોલિવુડ ફિલ્મની રિમેક છે. આ ઉપરાંત, સિદ્ધાંત ચતુર્વેદી, રિતિક રોશન, પ્રભાસ સાથે પણ દીપિકા પહેલી વખત કામ કરી રહી છે. રિતિક સાથેની તેની ફિલ્મ સૌપ્રથમ એરીયલ એક્શન ડ્રામા હશે.

  આ પણ વાંચોKareena Kapoor Birthday: ‘બેબો’એ આ રીતે 41મો બર્થડે બનાવ્યો ખાસ, સૈફ સાથે લીધી રોમેન્ટિક સેલ્ફી

  દીપિકાએ ‘છપાક’ ફિલ્મથી પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું છે અને હવે તે પોતાના પ્રોડક્શન હાઉસ ‘કા પ્રોડક્શન્સ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની છે. વિન ડીઝલ સાથે ‘XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ નામની ફિલ્મ કર્યા બાદ તે બીજી હોલિવુડ ફિલ્મ કરવાની છે અને ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરશે. આ ફિલ્મ એક ક્રોસ-કલ્ચરલ રોમેન્ટિક કોમેડી હશે.
  Published by:kiran mehta
  First published: