ડ્રગ્સ કેસમાં NCBની સામે રજૂ થઇ, દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ

કરિશ્મા પ્રકાશ, દીપિકાની મેનેજર

ઉલ્લેખનીય છે કે કરિશ્મા પ્રકાશે કોર્ટમાં એનસીબી દ્વારા ધરપકડ ના થાય તે માટે આગોતરા જામીન માંગ્યા હતા. પણ તે મંજૂર નહતા થયા. ત્યારે હાલ તે NCB ખાતે ચાલી રહેલી તપાસમાં હાજર રહી છે.

 • Share this:
  એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh rajput)ની મોતથી સંબંધિત ડ્રગ્સ કેસ મામલે તપાસમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash) થી બુધવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પૂછપરછ કરી રહ્યો છે. નોંધનીય છે કે ડ્રગ્સ મામલે તેમનું નામ બહાર આવ્યું હતું. અને તે પછી એનસીબીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમના ઘરે ડ્રગ્સ મળ્યું હતું. આ મામલે હવે એનસીબી તેમનાથી પુછપરછ કરશે. કરિશ્મા પ્રકાશ આ પુછપરછ માટે પોતાના વકીલ સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી.

  ઉલ્લેખનીય છે કે કરિશ્મા પ્રકાશે કોર્ટમાં એનસીબી દ્વારા ધરપકડ ના થાય તે માટે આગોતરા જામીન માંગ્યા હતા. પણ તે મંજૂર નહતા થયા. તે પછી એનસીબીની ધરપકડના ડરથી ગાયબ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ છેવટે આગોતરા જામીન મળ્યા પછી તે બુધવારે તપાસ માટે હાજર થઇ છે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કરિશ્માના આગોતરા જામીન રદ્ધ થતા એનસીબી તેની ધરપકડ પણ કરી શકે છે. એનસીબીએ તેના ઘરે જે દરોડો કર્યો હતો તેમાંથી તેના ઘરમાં હશીશ, ચરસ અને 3 સીબીડી ઓઇલ મળ્યા છે. ડ્રગ્સ મામલે કરિશ્મા પ્રકાશને એનસીબી બે વાર સમન મોકલી ચૂક્યું છે. આ પછી પણ કરિશ્મા પ્રકાશ તપાસમાં જોડાઇ નહતી.

  એનસીબીના સુત્રો મુજબ કેસ સંખ્યા 15/20માં કરિશ્મા અને દીપિકા પાદુકોણ બંનેને આમને સામને બેસાડીને ચેટ બતાવીને પુછપરછ કરવામાં આવી હતી. આ ચેટ કેસ પર કરિશ્મા પ્રકાશે ખોટો જવાબ આપ્યો હતો. તેમણે એનસીબીને જણાવ્યું હતું કે વીડ એટલે કે ઇન્ડિયન સિગરેટ અને હશીશ મતલબ તંબાકૂની સિગરેટ તેવો મતલબ છે.

  વધુ વાંચો : Milind Soman Birthday : દરિયા કિનારે નગ્ન અવસ્થામાં દોડીને મિલિંદે બર્થ ડે પર શેર કર્યો ફોટો

  આ પહેલા સપ્ટેમ્બરમાં દીપિકા પાદુકોણએ ડ્રગ્સ કેસ મામલે જ્યારે કરિશ્મા પ્રકાશનું નામ આવ્યું તો તેમણે ડ્રગ્સ સિંડિકેટથી પોતાની લિંક હોવાની વાતને ફગાવી હતી. પણ 15/20 કેસમાં ડ્રગ્સ પેડલરના કોલ રેકોર્ડ અને તપાસમાં કરિશ્માની લિંક સામે આવ્યા પછી એનસીબીએ તેના ઘરે રેડ પાડી હતી.

  એનસીબી જાણવા ઇચ્છે છે કે હાલમાં જ તેમના ઘરથી પકડવામાં આવેલું ડ્રગ્સ તે ક્યાંથી લાવી હતી. શું તે કોઇ સિંડિકેટના ટચમાં હતી? પહેલી પુછપરછમાં કરિશ્માએ ડ્રગ્સ લેવાની ના પાડી હતી. તો હવે ડ્રગ્સની ખેપ તેના ઘરે કેવી રીતે પહોંચી? એનસીબીને શંકા છે કે કરિશ્મા અન્ય અનેક સેલેબ્સને પણ ડ્રગ્સ પહોંચાડતી હોય તેવું બની શકે.
  Published by:Chaitali Shukla
  First published: