Diwali 2019: દિવાળી પર દીપિકા પાદુકોણ જેવો મેકઅપ કરી છવાઈ જાઓ!

News18 Gujarati
Updated: October 27, 2019, 7:48 AM IST
Diwali 2019: દિવાળી પર દીપિકા પાદુકોણ જેવો મેકઅપ કરી છવાઈ જાઓ!
દીપિકા પાદુકોણ

સ્ટેપ બાય સ્ટેપ શીખો દીપિકા પાદુકોણ જેવો મેકઅપ કરતા.

  • Share this:
દિવાળી પર દરેક યુવતી ઇચ્છે છે કે તે સુંદર દેખાય. અને તેના ઘરે આવનારા લોકો તેની ફેશન સેન્સ અને લૂકના વખાણ કરે. ઓહો! સરસ લાગો છોને આજે! આવું સાંભળવું દરેક મહિલાને દિવાળીના દિવસે જરૂરથી ગમે છે. ત્યારે આજે અમે તમને દીપિકા પાદુકોણનો આ મેકઅપ તમે ઘરે બેઠા કેવી રીતે કરી શકશો તે સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું. જેની તમે પણ આ લૂક અપનાવી દિવાળીમાં લોકોની વાહવાઇ મેળવી શકો.

સૌથી પહેલા ચહેરા પર પ્રાઇમ લગાવો. ખાસ કરીને તમારા ટી-ઝોન પર પ્રાઇમર લગાવો. તે પછી ફ્લોલેશ લૂક માટે તમારા ચહેરા સાથે મેચ થતું હોય તેવું ફાઉન્ડેશન લગાવો. અને તેની આંગળીથી સમાનરીતે આખા ચહેરા પર લગાવો. જો તમે તમારા આંખોના કુંડાળાની ચિંતા હોય તો અહીં તમે બ્યૂટી બ્લેન્ડર કે કન્સેલરની મદદ લઇ શકો છો. તે પછી કોન્ટોરથી તમારા ચીકબોન, નાકને ડિફાઇન કરો. સાથે જ બ્રાઇન આઇબ્રો પેન્સિલથી તમારી આઇબ્રોને ઉપસાવો.
દિવાળીના મેકઅપમાં આંખોનો મેકઅપ ખાસ આકર્ષક રાખો. આ કરવા માટે તમે ન્યૂડ લૂકના આઇશેડો અપનાવી શકો છો. અને તેને બ્લેક આઇલાઇનર અને કાજરની હાઇલાઇટ કરો. જો તમે ઇચ્છો તો ડ્રેસ સાથે ગોલ્ડન ગ્રિટર પણ લગાવી શકો છો. સાથે જ આંખોને વધુ આકર્ષક કરવા માટે આર્ટીફિશયલ પાંપણોનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સાથે જ મસ્કરાનો ઉપયોગ કરીને આંખોના મેકઅપને ઉભારો.

જો કે મેકઅપના અંતમાં બ્લશર કરવાનું ના ભૂલતા. અને હોઠ અને ચીકબૉન પર હાઇલાઇટર પણ લગાવો. જો કે તમે જ્યારે તમારી આંખોનો મેકઅપ બોલ્ડ રાખી રહ્યા છો. તો લિસ્ટિકનો શેડ ન્યૂટ લાઇટ રાખો. તેવો પ્રયાસ કરો કે તમારો હોઠ એકદમ નેચરલ લાગે. જો કે તમારી ઉંમર થોડી વધુ હોય અને તો તમે ડાર્ક રેડ લિપ્સિકનો ઉપયોગ પણ કરી શકો છો. અંતમાં માથાની વચ્ચે નાની બિંદી કરો. અને સાડી સાથે બંધ ગળાના ઝવેરાત અને મોટી ગોળ બુટ્ટી પહેરો.
First published: October 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...