Home /News /entertainment /Kapil Sharma: કોમેડિયનનું સપનું થયું પૂરું, દીપિકા અને કપિલ શર્મા 'મેગા બ્લોકબસ્ટર' સાથે જોવા મળશે, આ દિવસે ટ્રેલર રિલીઝ થશે

Kapil Sharma: કોમેડિયનનું સપનું થયું પૂરું, દીપિકા અને કપિલ શર્મા 'મેગા બ્લોકબસ્ટર' સાથે જોવા મળશે, આ દિવસે ટ્રેલર રિલીઝ થશે

દીપિકા અને કપિલ શર્મા એકસાથે સ્ક્રિન પર જોવા મળશે.

કપિલ શર્મા એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો કેટલો મોટો ફેન છે એ વાત કોઈનાથી છૂપી નથી. કપિલ ઘણી વખત ઉલ્લેખ કરી ચૂક્યો છે કે તે દીપિકાની સાથે સ્ક્રિન પર એકસાથે જોવા માગે છે. હવે એવું લાગે છે કે કપિલ શર્માની ઈચ્છા પૂરી થઈ ગઈ છે.

    કપિલ શર્મા એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો કેટલો મોટો ફેન છે એ વાત કોઈનાથી છૂપી નથી. કપિલ ઘણી વખત ઉલ્લેખ કરી ચૂક્યો છે કે તે દીપિકાની સાથે સ્ક્રિન પર એકસાથે જોવા માગે છે. હવે એવું લાગે છે કે કપિલ શર્માની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. કપિલ શર્મા અને દીપિકા પાદુકોણ બંને એક પોસ્ટર જારી કરી પોતાને ‘મેગા બ્લોકબસ્ટર’ નામના એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. માત્ર આ બંને જ નહીં પરંતુ રશ્મિકા મંદાના અને તૃક્ષ્ણા કૃણા જેવા સ્ટાર્સ પણ પોતાના પોસ્ટર રિલીઝ કરી ચૂક્યા છે. આ પોસ્ટર્સને જોઈ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આખરે આ કયો પ્રોજેક્ટ છે, જેમાં આટલા બધા સ્ટાર જોવા મળી રહ્યા છે.

    શુક્રવારે દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટર શૅર કરીને ચાહકોને 'સરપ્રાઇઝ' કર્યા હતા. દીપિકા પિંક સૂટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કપિલની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા છે. કપિલ પોતાના કોમેડી શોમાં દીપિકા સાથે ફ્લર્ટ કરવાની એક તક છોડતો નથી. જો આ બધા પોસ્ટર્સને જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ બ્રાન્ડની જાહેરાતની સ્ટ્રેટજી છે પરંતુ કોઈપણ સત્તાવાર જાણકારી હજી સુધી સામે નથી આવી.










    View this post on Instagram






    A post shared by Kapil Sharma (@kapilsharma)





    રશ્મિકા મંદાના પણ જોવા મળશે


    રશ્મિકા મંદાના તથા કપિલ શર્માએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો લુક શૅર કર્યો હતો. રશ્મિકા હાથ જોડતી જોવા મળી હતી. કપિલ જૂના ફિલ્મી હીરોના લુકમાં જોવા મળ્યો હતો. તેણે કલરફુલ કપડાં પહેર્યા હતા. તૃષા કૃષ્ણન તથા કાર્થી પણ આ પ્રોજેક્ટનો હિસ્સો હશે.


    રોહિત શર્મા-સૌરવ ગાંગુલી પણ સામેલ


    ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તથા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી પણ આ પ્રોજેક્ટમાં જોવા મળશે. ચાર સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.




    સ્ટાર્સના આ પોસ્ટરોને જોઈ ફેન્સ પણ કન્ફ્યુઝ અને એક્સાઈટેડ થઈ ગયા છે. હવે તે 4 સપ્ટેમ્બરે જ ખબર પડશે કે આખરે આ ‘મેગા બ્લોકબસ્ટર’ શું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Deepika Padukone, Kapil Sharma, Rashmika Mandanna

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन