Home /News /entertainment /બ્રેકઅપની અટકળોની વચ્ચે દીપિકા પાદુકોણ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી

બ્રેકઅપની અટકળોની વચ્ચે દીપિકા પાદુકોણ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી

એરપોર્ટ પર સપોર્ટ થઈ એક્ટ્રેસ

દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની શાનદાર એક્ટિંગની સાથે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેનો અંદાજ એટલો ક્લાસી હોય છે કે તેના ફેન્સ તેની પાછળ દિવાના થઈ જાય છે.

    દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની શાનદાર એક્ટિંગની સાથે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેનો અંદાજ એટલો ક્લાસી હોય છે કે તેના ફેન્સ તેની પાછળ દિવાના થઈ જાય છે. કંઈક આવો જ એક વખત ફરીથી તેનો લુક જોવા મળ્યો, જ્યારે તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ.

    તમને જણાવી દઈએ કે, ગઈ કાલ રાત્રે દીપિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાંથી તેના ઘણા બધા ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં દીપિકા સુંદર લાગી રહી છે. સામે આવેલી તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક રંગની ટી-શર્ટ અને બ્લુ કલરના ડેનિમની સાથે એક ક્લોઝ નેક ટોપ સ્વેટર પહેરેલું જોવા મળ્યું. તેણે પોતાના લુકને બ્લેક બુટ્સની સાથે પૂરો કર્યો. ઉબેર-ચિક એરપોર્ટ લુક માટે તેણે પોતાના લુકને બ્લેક હેન્ડબેગ સાથે કમ્પ્લિટ કર્યો. કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા દીપિકાએ એક ફેસ માસ્ક પહેર્યો હતો. પોતાના લુકમાં દીપિકા એકદમ ક્લાસી અને ગ્લેમરસ લાગતી હતી.







    આ પણ વાંચોઃRanveer Singh Photoshoot: ફોટોશૂટ મામલે રણવીર સિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફોટોઝને મોર્ફ કરવામાં આવ્યો છે

    હેલ્થ ઈશ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ હતી


    તમને જણાવી દઈએ કે હંમેશાં શાનદાક એરપોર્ટ લુકની લિસ્ટમાં ટોપ પર રહેતી દીપિકા પાદુકોણને હાલમાં ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે થોડીવાર પછી તેને ડિસચાર્જ કરી દેવામાં આવી હતી. રિપોર્ટના અનુસાર, સોમવારની સાંજે દીપિકા હોસ્પિટલમાં દાખલ થઈ હતી, તેના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં અડધો દિવસ લાગ્યો હતો. જો કે હવે તે સ્વસ્થ છે.


    અલગ થવાની અટકળોને અફવા ગણાવી


    એક તરફ જ્યાં દીપિકા પાદુકોણ પોતાના હેલ્થ ઈશ્યુના કારણે ચર્ચામાં હતી, તો બીજી તરફ તે પોતાના પતિ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અણબનાવની અટકળોને લઈને પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અટકળો હતી કે લગ્નના 4 વર્ષમાં રણવીર-દીપિકાની વચ્ચે કશું ઠીક નથી ચાલી રહ્યું. જો કે હાલમાં એક ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે આ સમાચારો પર રિએક્શન આપતા તેને અફવા ગણાવી હતી અને કહ્યું ‘ટચહુડ...અમે મળ્યા અને 2012માં ડેટિંગ શરૂ કર્યું તેથી 2022માં મને અને દીપિકાને મળ્યાને 10 વર્ષ થઈ ગયા છે. ’રણવીર આ બધી વાતો ‘ફિક્કી ફ્રેમ્સ ફાસ્ટ ટ્રેક 2022’ ઈવેન્ટ દરમિયાન કહી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Deepika Padukone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन