Home /News /entertainment /

હાથ હટાવતી રહી દીપિકા પાદુકોણ, કમરમાં હાથ નાંખી કિસ કરતો રહ્યો શખ્સ, Viral Video

હાથ હટાવતી રહી દીપિકા પાદુકોણ, કમરમાં હાથ નાંખી કિસ કરતો રહ્યો શખ્સ, Viral Video

દીપિકા પોદુકોણ થઇ હતી રેડ કાર્પેટ પર અસ્વસ્થ

Deepika Padukone Red Carpet Video Viral: દીપિકાની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. દીપિકા એટલી સુંદર છે કે જેની પણ તેના પર નજર પડે છે તે અમુક સમય સુધી તેને જોતો જ રહી જાય છે અથવા તેની સાથે તસવીર લેવડાવવાં કે પછી તેને અડવાંનો પ્રયાસ કરી દેતા હોય છે. તેની ફેન ફોલોઇંગ હોલિવૂડમાં પણ એટલી જ છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (75th cannes film festival) પોતાની સુંદરતાથી બધાને પોતાનાં દિવાના કરતી જોવા મળી રહી છે. દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી ટીમમાં શામેલ છે. અને કાન્સનાં રેડ કાર્પેટ પર દરરોજ તે અલગ અલગ લૂકમાં નજર આવે છે. તેની તસવીરો અને વીડિયો (Viral Video and Photos) જોત જોતામાં વાયરલ થઇ રહ્યાં છે. હાલમાં દીપિકાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કાન્સનાં રેડ કાર્પેટ પર દીપિકાને એક વ્યક્તિ કમરથી પકડે છે અને ગાલ પર અને ખભા પર કિસ કરવામાં લાગે છે. દીપિકાએ ખુબજ સહજતાથી આ પરિસ્થિતિ હેન્ડલ કરી છે.

    દીપિકાની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. દીપિકા એટલી સુંદર છે કે જેની પણ તેના પર નજર પડે છે તે અમુક સમય સુધી તેને જોતો જ રહી જાય છે અથવા તેની સાથે તસવીર લેવડાવવાં કે પછી તેને અડવાંનો પ્રયાસ કરી દેતા હોય છે. તેની ફેન ફોલોઇંગ હોલિવૂડમાં પણ એટલી જ છે
    આ પણ વાંચો-TMKOC: શૈલેષ લોઢા બાદ બબીતાજી પણ કરશે તારક મેહતાને 'Bye Bye', આ હશે નવો શો

    દીપિકાને જોઈને વ્યક્તિએ કિસ કરવાનું શરૂ કરી દીધું
    ફ્રેન્ચ એક્ટર અને ફિલ્મ મેકર વિનસેટ લિંડસનની નજર દીપિકા પર પડતા જ તે દીપિકાને મળ્યા વગર રહી શક્યો નહીં. જોકે દીપિકા માટે તે થોડું અનપેક્ષિત હતું. જ્યારે દીપિકા રેડ કાર્પેટ પર પાપારાઝી માટે પોઝ આપવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક વચ્ચેથી એક વ્યક્તિ આવ્યો. આ પહેલા દીપિકા કંઇ સમજે તે પહેલાં વ્યક્તિએ દીપિકાને ચુંબન અને ગળે લગાડવાનું શરૂ કર્યું. આપને જણાવી દઇએ કે વિનસેટ લિંડસન 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રમુખ પણ છે.




    આ વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકાએ આ પરિસ્થિતિને ખૂબ જ શાનદાર રીતે સંભાળી છે. દીપિકા પહેલા થોડી અસ્વસ્થ દેખાતી હતી અને તે વિનસેટ લિંડસનનો હાથ તેની કમર પરથી હટાવતી જોવા મળી હતી, પરંતુ દીપિકાએ તેને ઓળખતાની સાથે જ તેને સુંદર સ્મિત સાથે ગળે લગાડ્યો. અભિનેત્રીનો આ વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




    દીપિકા પાદુકોણનો કેન્સ લૂકનાં દિવાનાં થયા ફેન્સ
    તમને જણાવી દઈએ કે આ દરમિયાન દીપિકા પાદુકોણ રેડ કલરના ડીપ નેક સ્ટ્રેપી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ડાયમંડ નેકલેસ અભિનેત્રીના આ લુકમાં ઉમેરો કરી રહ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 75th cannes film festival, Cannes 2022, Deepika Padukone, Vincent Lindon

    આગામી સમાચાર