Home /News /entertainment /દીપિકા પાદુકોણે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, શેર કર્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ બિકીની લુક

દીપિકા પાદુકોણે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, શેર કર્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ બિકીની લુક

Photo Credit : @deepikapadukone Instagram

Deepika Padukone in 'Besharam Rang': શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. શાહરુખે હાલમાં જ ફિલ્મના પહેલા સોન્ગ 'બેશરમ રંગ'નું બીજું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

    શાહરૂખ ખાન (Shah Rukh Khan), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. પરંતુ આ ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે અને ફિલ્મનું પહેલું સોન્ગ 'બેશરમ રંગ' 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે.

    ફિલ્મના સોન્ગને રિલીઝ કરતા પહેલા શાહરૂખે આ સોન્ગનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. કિંગ ખાન દ્વારા વધુ એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં દીપિકા પાદુકોણ યલો કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.

    આ પણ વાંચો :  HOT! જ્હાન્વી કપૂરે પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ડીપ નેક ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ

    શાહરૂખે શુક્રવારે આ સોન્ગને લગતું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં દીપિકા ગોલ્ડન કલરની બિકીનીમાં જોવા મળી હતી. હવે શાહરૂખે સોન્ગનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં દીપિકા પાદુકોણ યલો કલરની બિકીનીમાં તહેલકો મચાવી રહી છે. 'બેશરમ રંગ' 12 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રિલીઝ થશે.


    શાહરૂખે કર્યા વખાણ


    દીપિકાનું આ દિલકશ અંદાજ વાળુ પોસ્ટર શેર કરતા શાહરૂખે દીપિકાના વખાણ કર્યા છે. શાહરુખે પોસ્ટર સાથે લખ્યું છે કે, 'Mirror mirror on the wall, she’s the most glamorous of them all!' શાહરૂખે દીપિકાનું આ નવું પોસ્ટર રિલીઝ કરતાની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે. દીપિકાનો આ અંદાજ લોકોને આકર્ષી રહ્યો છે અને દરેક લોકો આ સોન્ગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023 ના રોજ ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે.

    આ પણ વાંચો :  નવી ગર્લફ્રેન્ડને છોડી પાકિસ્તાની એક્ટ્રેસ સાથે વધી હૃતિક રોશનની નિકટતા! આ અંદાજમાં એકસાથે જોવા મળ્યા

    આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો લુક પણ એકદમ હટકે હશે. રિલીઝ થયેલા નવા પોસ્ટરમાં દીપિકા યલો કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો કિલર લુક ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ સોન્ગ રિલીઝ થતાની સાથે જ ચાર્ટબસ્ટર્સમાં સ્થાન મેળવી લેશે.



    પહેલી ઝલકમાં દીપિકા મોનોકિનીમાં હોટ અવતારમાં જોવા મળી રહી છે. દીપિકાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપિકાના આ લુકને ફેન્સ કોમેન્ટ કરીને સેલિબ્રેટ કરી રહ્યા છે. લાંબા સમય બાદ દીપિકા મોટા પડદા પર ગ્લેમ અવતારમાં જોવા મળશે. દીપિકાની છેલ્લી થિયેટર રિલીઝ 83 હતી, જેમાં તેણે કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ગહેરાઇયાંમાં જોવા મળી હતી, જે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Deepika Padukone, Deepika Padukone Photos, Hot Photoshoot, Shahrukh Khan

    विज्ञापन
    विज्ञापन