Home /News /entertainment /

Deepika Padukone Health Update : શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણની તબિયત લથડી, હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

Deepika Padukone Health Update : શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણની તબિયત લથડી, હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

દીપિકા પાદુકોણની તબીયત બગડી

Deepika Padukone Health Update : દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેણી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી અને ત્યારબાદ તેને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં (Deepika Padukone Hospitalised) લઈ જવામાં આવી હતી

વધુ જુઓ ...
    Deepika Padukone Health Update : હાલના દિવસોમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે સેટ પર દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ (Deepika Padukone Hospitalised) કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રીના હાર્ટ બીટ અચાનક વધી જતાં તે અસ્વસ્થ થઈ રહી હતી અને તેને તાત્કાલિક શહેરની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દીપિકા પાદુકોણને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સારવાર પછી તરત જ, દીપિકા અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરવા સેટ પર પાછી ફરી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોજેક્ટ કેના શૂટિંગ દરમિયાન સેટ પર દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેણી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી અને ત્યારબાદ તેને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ દીપિકા પાદુકોણના તમામ ટેસ્ટ અને તપાસ કરી હતી. અહીં જણાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રીના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી અને જ્યારે દીપિકા થોડી આરામદાયક લાગવા લાગી ત્યારે તેને રજા આપવામાં આવી હતી.

    દીપિકાની તબીયત હવે સારી

    કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, દીપિકા પાદુકોણ ફરીથી સેટ પર પાછી આવી છે, જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, દીપિકા પાદુકોણ નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈ પરત આવી શકે છે. જોકે હૈદરાબાદમાં દીપિકા પાદુકોણના પિતાનું ઘર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા પાદુકોણ હવે સ્વસ્થ છે.

    આ પણ વાંચોયુવકે ટ્રેન નીચે કપાઈ જીવ આપ્યો, હથેળી પર એવું લખેલું મળી આવ્યું કે, અધિકારીઓ પણ ચોંકી ગયા

    દીપિકા પાદુકોણની ફિલ્મો

    હાલમાં જ દીપિકા પાદુકોણે તેની પઠાણ અને ફાઈટર જેવી ફિલ્મો માટે શૂટિંગ કરી રહી છે. આ દિવસોમાં તે અમિતાભ બચ્ચન સાથે મેગા બજેટ ફિલ્મ પ્રોજેક્ટ કેના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. આ ફિલ્મમાં પ્રભાસ પણ જોવા મળશે. આ ફિલ્મનું મુહૂર્ત ગુરુ પૂર્ણિમાના અવસર પર થયું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Deepika Padukone, દીપિકા પાદુકોણ

    આગામી સમાચાર