એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેની ફિલ્મોની સાથે જ હાર્ડ વર્ક અને ઉત્તમ વ્યવહાર માટે પણ જાણીતી છે. પછી તે કોઇપણ તક કેમ ન હોય, દીપિકા પાદુકોણ (Deepika Padukone Shopping) તેનાં ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી. જ્યારે પણ તેનાં ફેન્સ આસપાસ હોય અને સેલ્ફીની ડિમાન્ડ કરે છે તો તે સરળતાથી ફેન્સની સાથે ફોટો લે છે. હાલમાં, દીપિકાને મુબંઇ (Mumbai)માં ગ્રોસરી શોપિંગ કરતાં નજર આવ્યાં હતાં. જોકે, આ વાત અલગ છે કે, આ દરમિયાન દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ હાજર ન હતો.
ગ્રોસરી શોપિંગ માટે નીકળેલી દીપિકા (Deepika Padukone Grocery shopping), આ દરમિયાન તે એકલી જ હતી. તેણએ બ્લેક સ્વેટશર્ટ અને ટોર્ન જીન્સ પહેર્યું હતું. અને માસ્ક પણ કાળા રંગનું હતું. હાલમાં જ એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તે તેનાં પર્સનલ કામ તેનાં સ્ટાફની પાસે કરાવવાની જગ્યાએ જાતે કરવાનું પસંદ કરે છે. અને તેનાં મેનેજમેન્ટની પાછળ તે ધ્યાન પણ રાખે છે. એટલે કે દીપિકા તેનું કામ કરવાનું પસંદ કરે છે.
કિરાણું લેવા પહોંચેલી દીપિકા જ્યારે સ્ટોરની બહાર નીકળી તો તેનાં હાથમાં કોઇ શોપિંગ બેગ પણ નજર આવે છે. સ્ટોરથી બહાર આવ્યા બાદ થોડા સમય સુધી દીપિકા તેનાં કારનો ઇન્તઝાર કરવો પડ્યો હતો. હાલમાં જ એક્ટ્રેસ એક રેસ્ટોરેન્ટમાં સ્પોટ થઇ હતી. જ્યાં તેની સાથે પતિ રણવીર સિંહ પણ હાજર હતાં. આ ઉપરાંત તેની અપકમિંગ ફિલ્મનાં ડિરેક્ટર શકુન બત્રા પણ તેમની સાથે હતાં.
Published by:Margi Pandya
First published:January 30, 2021, 11:23 am