એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા (Deepika Padukone)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ વાત વાતમાં લગ્ન અને પતિને ભૂલતી નજર આવે છે. આ ઇવેન્ટ દરમિયાન દીપિકા કહે છે, 'હું એક દીકરી છું, એક બહેન છું, એક ઍક્ટર છું. આ કહીને દીપિકા અટકી જાય છે. તેનાં પર શોની હોસ્ટ કહે છે તમે 'એક પત્ની છો' આ સાંભળતા જ દીપિકા કહેવા લાગે છે, ' અરે હાં.. આ તો હું ભૂલી જ ગઇ..' અને આ કહીને તે હસવા લાગે છે.
દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેટલાંક લોકોને આ વીડિયો મજેદાર લાગી રહ્યો છે. તો કેટલાંક એવાં છે કે દીપિકા લગ્નની વાત એવી કેવી રીતે ભૂલી શકે છે ? આ વીડિયો એક દિવસમાં હજારો વખત જોઇ ચુક્યા છે.
જાહેરમાં નથી છોડતી પતિને પ્રેમ જતાવવાનો તક હવે આ ઇવેન્ટ દરમિયાન દીપિકા ભલે જ લગ્નની વાત ભૂલી ગઇ છે પણ સોશિયલ મીડિયા પર એક બીજા પ્રત્યે પ્રેમ જાહેર કરવાની એક પણ તક છોડતા નથી. દીપિકા અને રણવીર બંને જ એકબીજાની તસવીર પર રોમેન્ટિક કમેન્ટ્સ કરે છે અને ઓન સ્ક્રિન પણ તેમની કેમેસ્ટ્રી જામે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનો રોલ કરતો નજર આવશે. તો દીપિકા પાદુકોણ તેની પત્નીનાં રોલમાં નજર આવશે. આ ઉપરાંત દીપિકા 'છપાક' ફિલ્મમાં એસિડ અટેક વિક્ટિમનાં પાત્રમાં નજર આવશે. આ બંને ફિલ્મો વર્ષ 2020માં રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર