Home /News /entertainment /દીપિકા પાદુકોણે ફેશન શૉમાં વિખેર્યો હુસ્નનો જલવો, એક્ટ્રેસનો કિલર લુક જોઇને ફેન્સ થયા ક્રેઝી

દીપિકા પાદુકોણે ફેશન શૉમાં વિખેર્યો હુસ્નનો જલવો, એક્ટ્રેસનો કિલર લુક જોઇને ફેન્સ થયા ક્રેઝી

ફેશન શૉના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Deepika Padukone Fashion week : દીપિકા પાદુકોણ ચાલી રહેલા ફેશન વીકમાં ભાગ લેવા પેરિસ પહોંચી છે. આ ફેશન શૉમાંથી શેર કરવામાં આવેલી તસવીરોએ દીપિકાના ફેન્સનું દિલ જીતી લીધું છે. આ શોમાં દીપિકા લક્ઝરી બ્રાન્ડ 'લુઈસ વિટન'ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પહોંચી છે.

વધુ જુઓ ...
    Deepika Padukone : દીપિકા પાદુકોણ પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકમાં ચારચાંદ લગાવવા માટે પહોંચી છે. પેરિસ ફેશન વીકમાં મોટાભાગે હોલીવુડના એ-લિસ્ટર્સ જેમ કે એલિસિયા વિકેંડર અને એંટોની અર્નાલ્ટ અને એના ડી એરમાસ હાજરી આપવા પહોંચે છે. આ વર્ષે આ શૉમાં હાજરી આપવાની સાથે જ બોલીવુડ સુપર સ્ટાર દીપિકા પાદુકોણનું નામ પણ આ હોલીવુડના એ-લિસ્ટર્સની યાદીમાં સામેલ થઇ ગયું છે.

    ફેશન વીકની શેર કરવામાં આવેલી તસવીરોએ ફક્ત દીપિકાના ફેન્સનું દિલ જીતી લીધું છે. સાથે જ તમામ ભારતીયોનું માથુ ગર્વથી ઉંચુ પણ કરી દીધું છે. આ ફેશન શૉના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.




    આ પણ વાંચો : PHOTOS : ઉર્ફી જાવેદે પહેર્યો અત્યારસુધીનો સૌથી વિચિત્ર ડ્રેસ, ફોટોઝ જોઇને ફેન્સ ગોથે ચડ્યા

    ફેશન વીકમાં હાજરી આપવા દરમિયાન દીપિકાના ફેન્સને આ અદાકારાનો કાતિલ અંદાજ જોવા મળ્યો. શૉ દરમિયાન આ એક્ટ્રેસે ગ્રે મિનિ ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાના લુકને બોલ્ડ લિપ્સ અને ઓપન હેર સાથે કમ્પ્લીટ કર્યો હતો. દીપિકા આ લુકમાં ખૂબસુરત લાગી રહી હતી.

    રસપ્રદ વાત એ છે કે દીપિકા આ શૉમાં હિસ્સો લેવા માટે પોતાના માતા-પિતા સાથે પહોંચી છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક્ટ્રેસ સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ અને માત ઉજ્જલા પણ જોવા મળ્યા. આ વીડિયોમાં દીપિકાની માતા પણ કોઇ બોલીવુડ એક્ટ્રેસ જેવી લાગી રહી હતી. વ્હાઇટ શર્ટ, ટ્રાઉઝર અને સૂટમાં તેનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો. ત્યાં તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ એકદમ ક્લાસી અને કેઝુઅલ લુકમાં જોવા મળ્યા. તેમણે વ્હાઇટ ટી-શર્ટ ઉપર બ્લેક કલરનું સ્વેટર પહેર્યુ છે.




    આ પણ વાંચો :  VIDEO: શોર્ટ ડ્રેસ, પેડ્સ અને ગ્લવ્ઝ પહેરીને ક્રિકેટ રમવા ઉતરી જાન્હવી, લોકોએ બરાબરનો ઉધડો લીધો

    જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ આ શૉમાં લક્ઝરી બ્રાન્ડ લુઇ વુઇટન તરફથી હાજરી આપવા પહોંચી છે. તે લુઇ વુઇટનની બ્રાન્ડ એમ્બેસેડર છે. તાજેતરમાં જ આ એક્ટ્રેસને જ્વેલરી બ્રાન્ડ 'કાર્ટિયર'ની બ્રાન્ડ એમ્બેસેડર પણ ઘોષિત કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણે જલ્દી જ ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actress, Bollywood Celebrities, Bollywood Latest News, Dipika Padukone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन