Home /News /entertainment /રણબીરના પેરેન્ટ્સે 'પદ્માવત' જોઈને દિપીકાને મોકલ્યું સુંદર બુકે, જુઓ PIC

રણબીરના પેરેન્ટ્સે 'પદ્માવત' જોઈને દિપીકાને મોકલ્યું સુંદર બુકે, જુઓ PIC

    દિપીકા પાદુકોણની 'પદ્માવત'ના વિવાદો તો ઘણાં સમયથી સમાચારોમાં છે. આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ હતી. આ બાદ દિપીકાની એક્ટીંગના બોલિવૂડના સેલેબ્સે ઘણાં વખાણ કર્યા છે. તેમની સાથે સાથે તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના પેરેન્ટસ એટલે કે નીતુ કપૂર અને રિશી કપૂરે પણ દિપીકાની એક્ટિંગના વખાણ કરવાની સાથે તેને સુંદર બુકે પણ મોકલ્યો છે.

    રિશી કપૂર અને નીતુ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો ગુરૂવારે સ્પેશિઅલ પ્રિવ્યૂ જોયો હતો. તમને જણાવી દઈએ કે દિપીકા અને રણબીરના બે વર્ષ સુધી સંબંધો રહ્યાં હતા. દિપીકાએ ઈન્સટાગ્રામ પર રણબીરના પેરેન્ટસે મોકલેલો બુકે શેર કર્યો હતો અને આવવા બદલ ધન્યવાદ દર્શાવ્યો હતો.

    દિપીકા અને રણબીર 2008માં એકબીજાને ડેટ કરતા હતાં અને તેઓ 2010માં છૂટા પડ્યા હતાં. કહેવાય છે કે કેટરીના કૈફ સાથે રણબીરનું વધતું આકર્ષણ તેમના છૂટા પડવાનું કારણ હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Deepika Padukone, Padmavat, Ranbir Kapoor, Rishi Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन