Home /News /entertainment /FIFA World Cup Final: દિપિકા પાદુકોણે પતિ રણવીર સાથે જોયા મેસ્સીના જાદુઈ ગોલ, રણવીર મેચમાં ખોવાયેલો જોવા મળ્યો

FIFA World Cup Final: દિપિકા પાદુકોણે પતિ રણવીર સાથે જોયા મેસ્સીના જાદુઈ ગોલ, રણવીર મેચમાં ખોવાયેલો જોવા મળ્યો

પતિ રણવીર સાથે દિપીકાએ જોયા મેસ્સીના જાદુઈ ગોલ

રણવીર સીંઘ અને દીપિકા પાદુકોણ FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં અર્જન્ટિના અને ફ્રાન્સની ફાઈનલ મેચ એન્જોય કરતા જોવા મળ્યા, બંન્ને સ્ટાર્સના વીડિયો થયા વાયરલ

મુંબઈ : ફૂટબોલ મહાકુંભ એટલે કે FIFA વર્લ્ડ કપ, જે છેલ્લા મહિનાથી ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે રાત્રે જ આ વર્લ્ડ કપનો ઉત્સાહ સમાપ્ત થયો હતો. વર્લ્ડ કપની ફાઈનલમાં રસપ્રદ બનેલી મેચમાં અર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ટાઈટલ જીત્યું હતુ, જેની સામે અર્જેન્ટિનાને બરાબરની ટક્કર આપનાર ફ્રાંસનું સપનું ફાઈનલમાં તુટી ગયું હતુ. વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ હાજર રહ્યાં હતા. મેચ દરમિયાન આ બંન્ને કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણવીર અને દીપિકા મેચની મજા લેતા જોવા મળી રહ્યા છે.

રણવીર સિંહને ફૂટબોલ રમવાનો અને જોવાનો ખૂબ જ શોખ છે. આ જ કારણ છે કે તે વર્લ્ડ કપ ફાઈનલ માટે ખાસ કતાર પહોંચ્યો હતો. એક પ્રશંસકે મેચ દરમિયાન રણવીર અને દીપિકાનો એક વીડિયો શેર કર્યો છે. આમાં રણવીર મેચ વિશે ચર્ચા કરતો જોવા મળી રહ્યો છે જેમાં તેનું એનર્જી લેવલ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે દીપિકા ગંભીર દેખાઈ રહી છે. તે મેચમાં શાંત અને તલ્લીન ઉભી જોવા મળે છે.




રણવીરે કહ્યું, આ પળ ઐતિહાસિક છે
દીપિકા અને રણવીર આર્જેન્ટિનાની જીત અને મેસ્સીના જાદુથી ખૂબજ પ્રભાવિત થયા હતા. સમગ્ર મેચ દરમિયાન મેસ્સીનો અનુભવ કામમાં આવ્યો. 3-3ની બરાબરી બાદ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસ પર પ્રભુત્વ જમાવીને ઈતિહાસ રચ્યો હતો. આર્જેન્ટિનાની જીત બાદ રણવીરે ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રણવીરે લખ્યું, 'મેં હમણાં શું જોયું? ઐતિહાસિક, આઇકોનિક અને એકદમ શુદ્ધ જાદુ.

આ પણ  વાંચો : FIFA World Cupના રંગે રંગાયું બોલિવૂડ! કતારમાં કરિશ્મા કરી રહી છે ચિલ, અર્જુન-વરુણ લિયોનેલ મેસીના સમર્થનમાં

આ શાનદાર મેચ પહેલા દીપિકા પાદુકોણે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું. આવું કરનાર તે પ્રથમ ભારતીય કલાકાર બની ગઈ છે.
First published:

Tags: Deepika Padukone, FIFA 2022, Lionel Messi, Ranveer Singh, Viral videos