હવે દીપિકા પાદુકોણે રડતાં રડતાં જણાવી આપવીતી, Video Viral

News18 Gujarati
Updated: October 12, 2018, 7:45 AM IST
હવે દીપિકા પાદુકોણે રડતાં રડતાં જણાવી આપવીતી, Video Viral
દીપિકા પાદુકોણ, એક્ટ્રેસ

દીપિકાનો આ વીડિયોમાં આપ જોશો કે કેવી રીતે તેણે તેનો અનુભવ શેર કર્યો અને ઘણી વખત આ સમયે તેની આંખોમાં આંસુ આવી ગયા

  • Share this:
મુંબઇ: દીપિકા પાદુકોણ તેનાં જીવનનો એક કડવો પ્રસંગ તેનાં ફેન્સને જણાવ્યો હતો. તેણે તે શેર કરતાં કહ્યું હતું કે, દીપિકા ડિપ્રેશનમાં હતી તે સમયે તેનાં જીવનનાં સૌથી મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહી હતી. તેનું આ દર્દ વીડિયોમાં પણ નજર આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, તે સમય એવો હતો જ્યારે તેનું કોઇની સાથે વાત કરવાનું પણ મન નહોતું થતું. દીપિકાને લાગતું હતું કે, કોઇ તેને સમજી નહીં શકે. કારણ કે તે માનસિક રીતે એક અલગ જ ઝોનમાં જતી રહી છે.

દીપિકાએ જણાવ્યું કે, તે દિવસોમાં તેને સવારે પથારીમાંથી ઉઠવું પણ ગમતુ ન હતું. તે ઉપરાંત તેને આખો દિવસ પડી રહેવું જ ગમતુ હતું. કારણ કે તેનાં દ્વારા જ તે બધાથી છુપાઇને રહેતી હતી. દીપિકાએ ઉમેર્યુ કે, સવારે ઉઠવું તેને ડરાવનું લાગતુ હતું. દરેક દિવસ તેનાં માટે એક ચેલેન્જ જેવો હોતો હતો.

ડિપ્રેશન ખરેખરમાં એક ગંભીર સમસ્યા છે. દીપિકાનાં વીડિયોમાં આપ જોઇ શકો છો કે તેનો એક્સપીરિયન્સ શેર કરતાં ઘણી વખત તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતાં. દીપિકાએ જણાવ્યું હતું કે, લોકોથી હમેશાં ઘેરાઇ રહેવાને કારણે તે અસહજ અનુભવતી હતી. તેને તે જ ડર સાવતો હતો કે જો તે 'લો' ફિલ કરવા લાગશે તો સૌની સામે જ તે બ્રેક ડાઉન થઇ જશે. તેને ડર હતો કે તે તેનાં મનનાં ભાવ ક્યાં સુધી છુપાવીને રાખી શકશે. તેણે કહ્યું કે, બધુ સારુ છે તેવું જતાવવા માટે મારે સ્માઇલ કરવી પડતી, હસવું પડતું. અને આ જ મારા માટે સૌથી મુશ્કેલ હતું.

દીપિકાએ કહ્યું કે, મને હવે વિચાર આવે છે કે કદાચ હું ત્યારે કોઇ વ્યક્તિને મળી હોત, જે મારી સમસ્યા સમજી શકતું તો કદાચ મને ડિપ્રેશનની સમસ્યામાંથી બહાર આવવામાં સહેલાઇ થતી. દીપિકાએ કહ્યું કે, 'જે દિવસે મને ડિપ્રેશનનો અર્થ સમજાયો, તે સમયે તેનાથી બહાર આવવામાં આસાની થઇ. આશા છે કે લોકોને મારી કહાની માંથી મદદ મળશે.'
First published: October 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading