એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણ હાલમાં દિલ્હીમાં ફિલ્મ 'છપાક'ની શૂટિંગ કરી રહી છે.આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સત્ય કહાની પર આધારિત છે. કિરદાર માટે દીપિકાએ તેનાં જેવો જ લૂક પણ અપનાવ્યો છે. અત્યાર સુધીમાં 'છપાક'નાં સેટ પરથી ઘણી તવસીરો અને વીડિય સામે આવ્યા છે. આ વીડિયો દિલ્હીમાં શૂટિંગ દરમિયનનો છે. દીપિકા માટે વીડિયોમાં એક્ટર વિક્રાંત મેસી પણ છે. વીડિયોમાં દીપિકા લાલ દુપટ્ટા અને પાયજામામાં નજર આવે છે તેને બ્રાઉન કલરની કુર્તી પહેરી છે
તે સામાન્ય યુવતી જેવી જ નજર આવે છે. દીપિકા અને વિકાંર્ત બંને અલગ અલગ ઓટોમાં નજર આવે છે. તેને એસિડ અટેક સર્વાઇવરનાં રૂપમાં ઓળખવી સહેલી નથી.
છપાકની શૂટિંગ દિલ્હીમાં થવાને કારણે આખી ટીમને ગરમી સહન કરવી પડી રહી છે. એવામાં દીપિકાએ તેમનાં ડાયટમાં પણ બદલાવ કર્યો છે. રિપોર્ટ્સ મુજબ દીપિકાએ તેનાં ડાયટમાં સત્તૂ શામેલ કરી દીધો છે. તે દીપિકાને હાઇડ્રેટ રાખે છે. તેથી દીપિકા શૂટિંગ સેટ પર સ્પેશલ ડાયટ લઇ રહી છે.
આપને જણાવી દઇએ કે છપાક 10 જાન્યુઆરી 2020નાં રોજ રિલીઝ થશે. છપાકથી દીપિકાએ પ્રોડ્ક્શનમાં પણ પદાર્પણ કર્યુ છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર