Home /News /entertainment /કાન્સમાં દીપિકા પાદુકોણ ગાઉનનું 'પોટલું' ઉઠાવી સીડીઓ ચઢી, ટ્રોલર્સે કહ્યું- લાગે છે રેડ કાર્પેટ પર પોતું ફેરવી દીધુ

કાન્સમાં દીપિકા પાદુકોણ ગાઉનનું 'પોટલું' ઉઠાવી સીડીઓ ચઢી, ટ્રોલર્સે કહ્યું- લાગે છે રેડ કાર્પેટ પર પોતું ફેરવી દીધુ

ટ્રોલ થઇ દીપિકા

Cannes 2022: દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ સાથે ફિલ્મ 'લિનોસન્ટ'ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી (Cannes Film Festival) દરરોજ દીપિકા પાદુકોણનાં (Deepika Padukone) નવાં નવાં લૂક્સ આવે છે અને જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઇ રહ્યાં છે. છેલ્લે તે કાન્સનાં રેડ કાર્પેટ પર ઓરેન્જ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી પણ તેને સંભાળવું અને તેને પહેરીને ચાલવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ હતી.

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ સાથે ફિલ્મ 'લિનોસન્ટ'ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.




આ ગાઉન એટલું લાંબુ હતું કે તેને પહેરીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. જે માટે દીપિકાએ વારંવાર તેને પકડવું પડી રહ્યું હતું. ચાલતા સમયે તેનાં પગમાં પણ આવતું હતું જેને કારણે તેણે ગાઉનનું પોટલું બનાવી હાથમાં પકડીને ઉચકીને સીડીઓ ચઢવી પડી હતી.

દીપિકાનું ગાઉન જોઇને સોશિયલ મીડિયા પર તે ખુબજ ટ્રોલ થઇ હતી. કોઇએ લખ્યું કે, આ શું પહેરીને આવી ગઇ તો કોઇએ લખ્યું. આખી પાર્ટીનું પોતુ થઇ ગયું. તો કોઇએ લખ્યું, લાગે છે આણે ટ્રાયલ લીધા વગર જ ડ્રેસ પહેરી લીધો છે. તો અન્ય એકે લખ્યું છે કે, ખુબજ ગંદી રીતે ડિઝાઇન કરેલો ડ્રેસ છે.

આ પણ વાંચો-KJOની બર્થડે પાર્ટીમાં મળ્યાં Ex Couple, સલમાન-ઐશ્વર્યા, રણવીર-અનુષ્કા કરિના-શાહિદ અને બીજા ઘણાં બધા..

દીપિકાને વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે તે શાહરુખ ખાનની 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંતે તે હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે.
First published:

Tags: Cannes 2022, Deepika Padukone

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો