ધાબા પર KISS કરતી જોવા મળી દીપિકા પાદુકોણ,'છપાક'નો સીન VIRAL

News18 Gujarati
Updated: April 22, 2019, 10:44 AM IST
ધાબા પર KISS કરતી જોવા મળી દીપિકા પાદુકોણ,'છપાક'નો સીન VIRAL
VIRAL VIDEOમાં જુઓ દીપિકા સફેદ સૂટ અને ગુલાબી દુપટ્ટામાં આવી નજર

VIRAL VIDEOમાં જુઓ દીપિકા સફેદ સૂટ અને ગુલાબી દુપટ્ટામાં આવી નજર

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મ 'છપાક'માં વિક્રાંત મેસીની સાથે એક કિસિંગ સીન આપવાની છે. આ કિસિંગ સીનનો વીડિયો સોશિયલ મીડિાય પર લીક થઇ ગયો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વિક્રાંત અને દીપિકા એક ધાબા પર ઉભા છે અને એકબીજાને કિસ કરતાં નજર આવે છે. આ આઉટડોર શૂટિંગ છે તો લોકોમાં ઉત્સાહ પણ વધારે હોય છે. વીડિયોમાં આપ જોઇ શકો છો કે આસપાસવાળી છતમાં લોકો ભેગા થઇ ગયા છે. અને આ બધુ જરાં પણ શાંતિથી નથી થઇ રહ્યું. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, જેમ સીનનું શૂટિંગ શરૂ થયુ તો લોકો સીન જોવા બુમાબુમ કરવા લાગ્યા હતાં.
VIRAL VIDEOમાં દીપિકા પાદુકોણ સફેદ સૂટ અને ગુલાબી દુપટ્ટામાં નજર આવી રહી છે. કિસિંગ સીનથી થોડા દિવસ પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દીપિકા પાદુકોણ સ્કુલ યુનિફોર્મમાં નજર આવે છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે. 
View this post on Instagram
 

#DeepikaPadukone #Chhapaak #MeghnaGulzar #VikrantMassey


A post shared by Entertainment Fan Page (@facc2911) on


મેઘના ગુલઝારનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 10 જાન્યુરી 2020માં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયુ ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ એક એસિડ અટેક સર્વાઇવરનો રોલ અદા કરી રહી છે.
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर