લેક કોમો: રણવીર-દીપિકાનાં લગ્નમાં માત્ર ગણતરીનાં 30-40 પરિવારનાં સભ્યો શામેલ હતાં આ લગ્નમાં તમામ પારંપરિક રિતી રિવાજોથી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોર્સિસની માનીયતે તો વેલકમ ડ્રિંક્સમાં આપવામાં આવેલી ફિલ્ટર કોફી સ્પેશલી બેંગ્લુરૂથી લઇ જવામાં આવી હતી. ઇટલીમાં આ કોફી સ્ટિલનાં પ્યાલામાં આપવામાં આવી હતી. રણવીર-દીપિકાનાં લગ્ન સંપૂર્ણ કોંકણી રિતી રિવાજ મુજબ કરવામાં આવ્યા એટલું જ નહીં આ લગ્નમાં ઘણી ખરી વસ્તુઓ ભારતથી જ લઇ જવામાં આી હતી
16 કલાકમાં ફરી સજાવાયો રણવીર-દીપિકાનો મંડપ
તો જ્યારે આજે રણવીર દીપિકાનાં સિંધી વિધીથી લગ્ન થવાનાં છે આ લગ્ન પણ Villa del Balbianelloમાં જ થવાનાં છે. ત્યારે ગઇકાલે કોંકણી વિધી પ્રમાણે લગ્ન સમયની આખી થિમ વ્હાઇટ ફ્લાવર્સની હતી. અને હવે આખો વિલા રેડ ફ્લાવર્સથી સજાવવામાં આવ્યો છે. માત્ર 16 કલાકની અંદર જ આખો વિલા ફરી સજાવવામાં આવ્યો આ માટે 12 માળીઓએ ખુબજ મહેનત કરી અને આખો વિલા માત્ર 16 કલાકની અંદર ફરીથી સજાવી દેવામાં આવ્યો.
ખુબજ સ્પેશલ છે રણવીર દીપિકાનાં લગ્ન
રણવીર દીપિકાએ તેમનાં લગ્નને ખુબજ સિક્રેટિવ અને સ્પેશલ બનાવ્યા છે આ માટે તેમણે કોઇ જ કચાસ બાકી રાખી નથી. મહેંદી અને સેફ સાથે સ્પેશલ કોન્ટ્રાક્ટ સાઇન કરવવાથી માંડીને લગ્નની એકપણ તસવીર લિક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં પણ આવી છે.
મુંબઇ અને બેંગ્લુરૂમાં રિસેપ્શન
રણવીર અને દીપિકા મુંબઇ અને બેંગ્લુરૂમાં ખાસ રિસેપ્શન આપશે પહેલાં બેંગ્લુરૂમાં 22 નવેમ્બરનાં રોજ રિસેપ્શન આપશે જે દીપિકાનાં પરિવાર તરફથી હશે આ રિસેપ્શનમાં પરિવારનાં લોકો શામેલ હશે. જ્યારે બાદમાં 28 નવેમ્બરનાં રોજ મુંબઇમાં હશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો માટે હશે .
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર